કેવી રીતે ઘૂસી ગઈ વડોદરા પોલીસની FSL વાન દૂકાનમાં જુઓ CCTV

ADVERTISEMENT

gujarattak
social share
google news

દિગ્વિજય પાઠક.વડોદરાઃ વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા નજીક મુખ્ય માર્ગ પાસે પાર્ક કરાયેલી એફ.એસ.એલ ગાડી બુધવારે બપોરે એકાએક ગગડી પડતા રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી કપડાની ઓન્લી વિમલની દુકાનમાં ધસી હતી. જેને લઈ નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. થોડી ક્ષણો તો લોકો પણ ચોંકી ગયા હતા કે ગાડી અહીં આવી કેવી રીતે. પરંતુ ઢાળમાં ગગડી પડતા વાન ચાલવા લાગી હોવાનું સામે આવ્યું હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાન હાની કે કોઈને ઈજા ન થતા લોકોએ હાંશકારો અનુભવ્યો હતો.

યુવાનોને બચાવવા MLA હીરા સોલંકીએ જીવ જોખમમાં મુકી દરિયામાં માર્યો ભુસ્કોઃ Video

ક્ષણ પહેલા નીકળી ગયો વાહન ચાલક
દેશી અને વિદેશી શરાબના પરીક્ષણ માટે ઉપયોગમાં લેવાતી વડોદરા એફએસએલની વાન બુધવારે બપોરે કોઠી ચાર રસ્તા નજીકના માર્ગ પર પાર્ક કરાઇ હતી. વાનનો ચાલક કામ અર્થે રાવપુરા સ્થિત એફએસએલની કચેરીમાં ગયો હતો. દરમિયાનમાં માર્ગ નજીક પાર્ક કરાયેલી વાન એકાએક ગગડતા વાહન વ્યવહાર વાળા રાવપુરા રોડ પર નાસ ભાગના દ્રશ્યો સર્જાયા હતા. એક તબક્કે તો ક્ષણ ભર પહેલા એક વાહન ચાલક આ ગગડતી વાનની બીલકુલ આગળથી પસાર થાય છે. જોકે તે પસાર થઈ જાય છે પછી તેને ખ્યાલ આવે છે કે વાન તો ડ્રાઈવર વગર જ આગળ ચાલી રહી છે. ચાર રસ્તા પરથી ગગડેલી ગાડી રાવપુરા રોડ પાસ કરી રાવપુરા પોલીસ સ્ટેશનની સામે આવેલી કપડાની દુકાન ઓન્લી વિમલમાં ધસી હતી. જોકે સદનસીબે જાનહાની ટાળી હતી. પરંતુ ગાડી માર્ગ પર ડ્રાઇવર વગર દોડતા અને ધડાકાભેર કપડાની દુકાનને ટકરાતા લોકટોળા જામ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT