ચેતી જજો! તમે તો નથી ખાઈ રહ્યાને બનાવટી ઘી, જામનગરમાંથી 2.5 લાખનું ભેળસેળિયુ ઘી ઝડપાયું
Jamanagar News: ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણી-પીણીની નકલી વસ્તુઓ ગ્રાહકોને વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વોને જાણે કાયદોનો…
ADVERTISEMENT
Jamanagar News: ગુજરાતમાંથી એક બાદ એક નકલી વસ્તુઓ પકડાઈ રહી છે. ખાણી-પીણીની નકલી વસ્તુઓ ગ્રાહકોને વેચીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા લેભાગુ તત્વોને જાણે કાયદોનો પણ ડર ન હોય તેમ ક્યારેક નકલી જીરું તો ક્યારેક નકલી પનીર સહિતની વસ્તુઓ પકડાઈ રહી છે. આ વચ્ચે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જામનગર ખાતેથી રૂ.2.5 લાખની કિંમતનો 550 લીટરથી વધુ ભેળશેળયુક્ત ઘીનો જથ્થો જપ્ત કરાયો છે.
2.5 લાખનો ઘીનો જથ્થો જપ્ત
આ મામલે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી કોશિયાએ જણાવ્યું કે, ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર કચેરી દ્વારા ઘીમાં ભેળશેળ કરતી પેઢી ખાતે રેડ કરી રૂ.2.5 લાખની કિંમતનો આશરે 550 લીટરથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
વનસ્પતિ અને પામોલીન તેલ પણ મળી આવ્યું
વધુ વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, જામનગર ખાતે હિરેન ટ્રેડર્સ પેઢીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી શંકાસ્પદ ઘીના નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આ પેઢી ઘી બનાવવા માટેનો ફુડ પરવાનો ધરાવતી હતી, પરંતુ ત્યાં વગર પરવાને ગેરકાયદેસર ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો જથ્થો પણ ઉત્પાદન કરવામાં આવતો હતો. ઘીમાં ભેળશેળ કરવા માટેના વનસ્પતિ તથા પામોલીન તેલ પણ મળી આવ્યું હતું.
550 લીટરથી વધુનો જથ્થો જપ્ત
પેઢીના માલિક મહેશકુમાર ચાંદ્રા પાસેથી રાજભોગ ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત એડલ્ટન્ટરન્ટ તરીકે વનસ્પતી તથા પામોલીન તેલ, ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટ મળી સ્થળ પરથી કુલ 06 નમૂનાઓ લેવામાં આવ્યા છે. નમૂના લીધા બાદ ઘીનો 120 લી., વનસ્પતિ તેલનો 32 લી., પામોલીન તેલનો 100 લી. અને ઈન્ટર એસ્ટરીફાઇડ વેજ ફેટનો 300 લી. મળી કુલ ૫૫૦ લીટરથી વધુ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ચાલી રહી છે ઝીણવટભરી તપાસ
આ ખાધપદાર્થ બિન-આરોગ્યપ્રદ હોઈ તેનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
(રિપોર્ટઃ દર્શન ઠક્કર, જામનગર)
ADVERTISEMENT
ADVERTISEMENT