વિદેશ જવા ઇચ્છુક લોકો સાથે ફ્રોડ કરતી ટોળકી ઝડપાઇ, પાટીદારોને બનાવ્યા હતા ટાર્ગેટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: અત્યારે લોકોને વિદેશ જવાનું ઘેલું લાગ્યું છે. વિદેશ જવું જાણે ટ્રેન્ડ થઈ ચૂક્યો છે. આ ટ્રેન્ડમાં લોકો વહેવા લાગ્યા છે.વિદેશ જવા માટે કોઈ પણ રસ્તો અપનાવવા લાગ્યા છે. વિદેશ જવા માટે અનેક ઠગાઇ સામે આવી રહી છે ત્યારે વધુ એક કિસ્સો  આવ્યો છે. કેનેડાના વિઝા આપવાના બહાને ચાર લોકો પાસે 10 લાખની રકમ પડાવી લઇ ઠગાઇ આચરી હોવાનો ગુનો ક્રાઇમ બ્રાંચના ચોપડે નોંધાયો છે અને 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે

ભારતમાંથી અન્ય દેશમાં જવાનો ક્રેઝ સતત વધી રહ્યો છે. આ ક્રેઝમાં અનેક લોકો ઠગ ટોળકીનો શિકાર બની રહ્યા છે. એક બાદ એક ફ્રોડના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કેનેડા જવા ઇચ્છુક 4 લોકોને શૉર્ટકટ્ અપનાવવો ભારે પડ્યો છે. ઓઢવ વિસ્તારમાં રહેતા લાલજીભાઇ મણીલાલ પટેલને વિદેશ જવાની ઈચ્છા હતી અને આ દરમિયાન તેમનો સંપર્ક કલ્પેશ પટેલ સાથે વોટ્સએપ ગ્રુપથી થયો હતો. ગ્રુપમાં કલ્પેશે પોતાના નંબર અને વિગતો સાથે જાહેરાત મુકી હતી કે, કેનેડાના વર્ક પરમિટ વિઝા માત્ર છ થી સાત મહિનામાં મેળવો. ઓછા સમયમાં વિદેશ જવાની લાલચમાં આવી ગયા હતા. વિદેશ જવા ઇચ્છુક લાલજીભાઇને પોતાના તમામ ડોક્યુમેન્ટ લઇ કલ્પેશે ગાંધીનગર બોલાવ્યા હતા.

પ્રોસેસ ફીના નામે પડાવ્યા પૈસા
મુખ્ય સૂત્રધાર કલ્પેશ પટેલ અંબાજી ખાતે એસટી ડેપોમાં ડેપો મેનેજર અને ક્લાસ-2 તરીકે અધિકારી છે તેવી ઓળખ આપી હતી. અને તેણીઓ પત્ની ઘરેથી વિઝનું કામ કરતી હોવાનું જણાવ્યું હતું. આ આરોપી અને તેની પત્ની હિનાએ કેનેડા વર્ક પરમિટ વિઝાના નામે 8.50 લાખના ખર્ચની વાત કરીને લોકો પાસેથી પ્રોસેસ ફી લઈને અઢી લાખ રૂપિયા પડાવ્યા હતા. કલ્પેશ પટેલે લોકો પાસેથી ચેક મેળવીને પોતાની પત્ની હીનાના એકાઉન્ટમાં અને અન્ય આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા જમા કર્યા હતા. આરોપીઓએ કેનેડાના વર્ક પરમીટ વિઝા આપવાના બદલે કમિશન માટે અને વિઝિટિર વિઝા ફાઇલની પ્રોસેસ શરૂ કરી હતી પરંતુ વિઝિટિર વિઝા પણ નહીં મળતા અંતે ભોગ બનનારને ઠગાઈની જાણ થતા તેમણે આર્થિક ગુના નિવારણ શાખા ખાતે બે દંપતિ સહિત 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આર્થિક ગુના નિવારણ શાખાએ દંપતી સહિત 4ની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયામાં ગ્રુપ બનાવી કરી છેતરપિંડી
આરોપીઓ દ્વારા વોટ્સએપ પર પાટીદાર સમાજનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકોને છેતર્યા હતા. ફક્ત પાટીદાર સમાજના છોકરાઓ માટે કેનેડા વર્ક પરમીટ વિઝા તદ્દન વ્યાજબી ભાવે મેળવો ટેબઈ જાહેરાત કરી અને છેતરપીંડી કરવામાં આવતી હતી.

4 આરોપીની ધરપકડ
લોકોને ઠગાઇ થઇ હોવાની જાણ થતાં આ મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો. આ મામલે ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. પોલીસે કલ્પેશ બાબુભાઇ પટેલ, હિના પટેલ, બાબુ પટેલ અને ઋત્વિક પટેલની ધરપકડ કરી છે.

ADVERTISEMENT

2 આરોપી ફરાર
વિદેશ જવા ઇચ્છતા લોકો સાથે ફ્રોડ કરનાર 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હજુ 2 આરોપી ગણપત પટેલ અને શ્વેતા પટેલ ફરાર છે. મહેસાણાના આ દંપતીએ અને અન્ય એજન્ટો સાથે મળી કમિશન માટે ખોટા LMAI લેટરો આપી તેમજ ભોગ બનનારનું મેડિકલ તથા બાયોમેટ્રિક ટેસ્ટ કરાવ્યું હતું. પોલીસે ફરાર દંપતીની શોધખોળ શરૂ કરી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT