Foxconn-Vedanta Update: ગુજરાતમાં સેમીકંડક્ટર પ્લાન્ટ બનાવનારી કંપની ખસી ગઇ
Foxconn Update: સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને ભારતમાં સેમીકંડક્ર બનાવવા માટે વેદાંતા સાથે કરેલા પોતાના કરાર તોડવાની જાહેરાત કરી છે. ગત્ત વર્ષે વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં…
ADVERTISEMENT

Foxconn Update: સેમીકંડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોને ભારતમાં સેમીકંડક્ર બનાવવા માટે વેદાંતા સાથે કરેલા પોતાના કરાર તોડવાની જાહેરાત કરી છે. ગત્ત વર્ષે વેદાંતા અને ફોક્સકોને ગુજરાતમાં 19.5 બિલિયન ડોલરના રોકાણ રાખે સેમીકંડક્ટર અને ડિસપ્લે પ્રોડક્શન પ્લાન્ટ લગાવવાની જાહેરાત કરી હતી. સમાચાર એજન્સી રોયટર્સના અનુસાર ફોક્સકોને એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ફોક્સકોન વેદાંતાની સંપુર્ણ માલિકી હક વાળી કંપનીમાંથી પોતાનું નામ હટાવવા અંગે કામગીરી કરી રહી છે. ફોક્સકોને કહ્યું કે, કંપની વેદાંતા સાથે જોઇન્ટ વેંચર અંગે હવે આગલ નહી વધવાનો નિર્ણય લીધો છે.
ગત્ત વર્ષે વેદાંતાની તરફથી ડિસ્ક્લોર આવ્યું તેના પરથી લાગી રહ્યું હતું કે, પ્રોજેક્ટ તે પોતે જ ચલાવી રહી છે. ત્યાર બાદ કંપનીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વોલકેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોજેક્ટને આગળ વધારી રહ્યું છે. ગત્ત અઠવાડીયે શેરબજાર રેગ્યુલેટર સેબીએ વેદાંતા પર દંડ લગાવવાની જાહેરાત કરી હતી. સેબીએ કહ્યું કે, કંપનીએ એવું ચિત્ર ઉભુ કર્યું કે તે તે જોઇન્ટ વેંચરની હોલ્ડિંગ કંપનીનું ટેકઓવર કરશે. જેણે ફોક્સકોનની સાથે સેમીકંડક્ટર બનાવવા માટે કરાર કર્યો હતો. કંપનીએ કહ્યું હતું કે, તે ડિસપ્લે ગ્રાસ મેન્યુફેક્ચરિંગ વેંચરનું પણ વોલકેન ઇન્વેસ્ટમેન્ટ સાથે ટેકઓવર કરશે.
ગત્ત વર્ષે અનિલ અગ્રવાલની વેદાંતાએ ફોક્સકોનની સાથે મળીને ગુજરાતમાં સેમીકંડક્ટર અને ડિસપ્લે મેન્યુફેક્ચરિંગ પ્રોજેક્ટ લગાવવાનો નિર્ણય કર્યો હતો. વેદાંતા સમુહને સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવવા માટે ગુજરાત સરકારે આર્થિક અને નોન ફાઇનાન્શિયલ સબ્સિડી જેમાં કેપિટલ એક્સપેન્ડિચર ઉપરાંત સસ્તી વિજળી ઉપલબ્ધ કરાવવા માટેની પરવાનગી પણ આપી હતી.
ADVERTISEMENT
ફોક્સકોને કહ્યું કે, કંપનીને ભારતમાં સેમીકંડક્ટર ડેવલપ કરવાના આયોજનની દિશામાં સંપુર્ણ વિશ્વાસ છે. કંપની ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા લક્ષ્યાંકોનું સંપુર્ણ સમર્થન કરે છે. સ્થાનીક પાર્ટનરશિપ દ્વારા સ્ટેકહોલ્ડર્સની જરૂરિયાતોને પણ પુરી કરશે. જો કે હાલ વેદાંતા સાથે અમે અમારા કરાર અંગે વિચારણા કરી રહ્યા છીએ.
ADVERTISEMENT