‘કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણા જ આપણને નડે છે’, પૂર્વ કેબિનેટ મંત્રીનું સ્ટેજ પરથી છલકાયું દર્દ
BJP MLA Naresh Patel: નવસારીમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગણદેવી બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડના…
ADVERTISEMENT
BJP MLA Naresh Patel: નવસારીમાં ભાજપનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગણદેવી બેઠકના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે નાણામંત્રી કનુ દેસાઈ અને વલસાડના સાંસદ ડૉ.કે.સી.પટેલની હાજરીમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. કોંગ્રેસને ઘેરવાના પ્રયાસરૂપે નરેશ પટેલ કાર્યક્રમમાં પોતાની વ્યથા વ્યક્ત કરી હતી. તેમણે પોતાની જ પાર્ટીના કાર્યકરો પર પ્રહારો કર્યા હતા.
સ્નેહ મિલન કાર્યક્રમમાં નેતાએ દુઃખ વ્યક્ત કર્યું
નરેશ પટેલે જણાવ્યું હતું કે, વાંસદામાં કોંગ્રેસનો કોઈ ડર નથી, આપણને આપણા જ નડે છે. તેમણે ઉમેર્યું કે, હું પહેલા પણ કહેતો હતો કે, અફસોસની વાત છે કે આપણે આપણા જ લોકો દ્વારા હાર્યા છીએ. ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ મંત્રી નરેશ પટેલે આપેલા નિવેદનથી ફરી ભાજપના આંતરીક વિખવાદની ચર્ચાએ જોર પકડ્યું છે. હાલમાં વાંસદામાં કોંગ્રેસના અનંત પટેલ ધારાસભ્ય છે અને વિધાનસભા ચૂંટણીમાં અહીં ભાજપને હાર મળી હતી.
'કોંગ્રેસનો કોઇ ડર નથી, આપણા જ આપણને નડે છે': પૂર્વ કેબિનેટ મંત્રીનું દર્દ છલકાયું
નવસારીમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલનું દુ:ખ છલકાયું છે, તેમણે કહ્યું કે, કોંગ્રેસનો કોઇ ડર નથી, આપણા જ આપણને નડે છે#Navsari #NareshPatel #GTVideo #BJP pic.twitter.com/7olFSEMKZa
— Gujarat Tak (@GujaratTak) December 9, 2023
ADVERTISEMENT
નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીની તૈયારીમાં કોંગ્રેસે વલસાડ સંસદીય મત વિસ્તારમાં આવતા નવસારીના વાંસદામાં પોતાની પકડ જાળવી રાખી છે. અહીંના કોંગ્રેસના ધારાસભ્ય આદિવાસી નેતા અનંત પટેલનો દબદબો છે, જેના કારણે અનેક વખત ભાજપના નેતાઓમાં મૂંઝવણ જોવા મળી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT