હવે તો ખમૈયા કરો મેઘરાજ! આજે ફરી ગુજરાતમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી, ધરતીપુત્રો ચિંતિત

ADVERTISEMENT

gujarattak
social share
google news

Unseasonal rainfall forecast: કુદરત દ્વારા કમોસમી વરસાદરૂપે ગુજરાત પર જાણે કે આફત વરસાવી હોય એવી ભારે કફોડી હાલતમાં ખેડૂતો મુકાઈ ગયા છે. રવિવારે ભર શિયાળે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. એક જ દિવસમાં આટલો ભારે વરસાદ પડવાથી પાકનો સોથ વળી ગયો છે. કરા સાથે પડેલા આ માવઠાથી ખેડૂતોની કમર ભાંગી ગઈ છે. ગુજરાતમાં ખેડૂતોની હાલત એક સાંધે ત્યાં તેર તૂટે એવી કફોડી બની છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આજે પણ કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે છોટાઉદેપુર, તાપી, નવસારીમાં વરસાદની આગાહી છે. તો આજે પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ અને કચ્છમાં માવઠું પડી શકે છે.

રવિવારે પડ્યો હતો ભારે વરસાદ

ગત રવિવારે લગભગ સમગ્ર રાજ્યમાં માવઠું તૂટી પડ્યું હતું. આ દરમિયાન રાજ્યના કુલ 236 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદની સાથે કાળ બનીને ત્રાટકેલી વીજળીથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં 24 લોકોના મોત થયા હતા. તો ભારે પવન સાથે તૂટી પડેલા વરસાદે સંખ્યાબંધ ઝાડને જડમૂળમાંથી ઊખેડી નાખ્યા હતા.અનેક ખેતરો બેટમાં ફરેવાઈ જતા શિયાળુ પાક મહદઅંશે ધોવાઈ ગયો છે.

ADVERTISEMENT

ખેડૂતો ચિંતામાં મુકાયા

આ વરસાદને પગલે જીરું, વરિયાળી, રાયડો, ઘઉં, ધાણા અને લીલા શાકભાજી સહિતના પાકોને સૌથી વધારે નુકસાન થયું છે. તો ચોમાસાની જેમ ધોધમાર વરસેલા વરસાદે કપાસ, ગવાર, શેરડી સહિતના પાકને પણ નષ્ટ કરી દીધો છે. ત્યારે આજે ફરી આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT