Weather News: રાજ્યમાં આ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે, જાણો હવામાન વિભાગની આગાહી
રાજ્યના હવામાન વિભાગની નવી આગાહી ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે કમોસમી વરસાદને લઈ અંબાલાલની આગાહી Weather Update News: રાજ્યના હવામાન વિભાગની નવી…
ADVERTISEMENT
- રાજ્યના હવામાન વિભાગની નવી આગાહી
- ગુજરાતમાં ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો જોવા મળશે
- કમોસમી વરસાદને લઈ અંબાલાલની આગાહી
Weather Update News: રાજ્યના હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો આવશે તેમજ તાપમાન ઘટતા સામાન્ય ઠંડી અનુભવાશે.
આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે
હાલ ઉત્તર-ઉતરપૂર્વના પવન ફૂંકાયા છે અને આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે જે 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે. 3 દિવસ બાદ 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટવાની શકયતા વ્યક્ત કરાઈ છે. કમોસમી વરસાદને લઈ જણાવ્યું હતું કે, આવનાર પાંચ દિવસ સુધી કમોસમી વરસાદની કોઈ જ શક્યતા નથી.
15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું
રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનના કારણે રાજ્યમાં ઠંડી વધી છે. 15 શહેરોમાં તાપમાન 15 ડિગ્રી નીચે નોંધાયું છે. 10.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર રહ્યું છે. ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર જોવા નહીં મળે. જે બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT