સુરતમાં ખાડી પૂર બાદ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા, ઘરોમાં પાણી ઘુસ્યા
સુરત: સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે મીઠી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે ખાડીનું પાણી આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયું છે. બીજી…
ADVERTISEMENT
સુરત: સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે મીઠી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. જેના કારણે ખાડીનું પાણી આસપાસના નિચાણવાળા વિસ્તારોમાં ઘુસી ગયું છે. બીજી તરફ સુરતથી બારડોલી જનારા હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા છે. જેમાં આસપાસના વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મનપાની બેદરકારીના કારણે દરવર્ષે આવી જ સ્થિતિ ખાડી વિસ્તારમાં જોવા મળે છે, ત્યારે આ વર્ષે પણ વરસાદ બાદ ખાડી વિસ્તારમાં પાણી ફરી વળતા શહેરની વચ્ચેથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ખાડી વિસ્તારના પાણી શહેરમાં ફરી વળતા નદી જેવા દ્રશ્યો સર્જાયા
સુરતમાં ગઈકાલે રાતથી પડેલા ભારે વરસાદના કારણે પુણા, પર્વતપાટિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ખાડીની આસપાસના વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પુણાની માધવબાગ, વૃંદાવન, સીતાનગર સહિતની સોસાયટીના ઘરો પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે ગડોદરા રોડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખાડીમાં આવેલા પુરની સામે તંત્ર પણ લાચાર બની ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
ADVERTISEMENT
બલેશ્વરમાં 50થી વધુ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા
સુરતના પલસાણા ખાતે આવેલ બલેશ્વરના નીચાણ વાળા વિસ્તારમાં ભારે વરસાદને પગલે ઘૂંટણ સમા પાણી ભરાઈ જતા સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. 50થી વધુ પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડીને ગામની પ્રાથમિક શાળામાં જમવા રહેવાની સગવડ કરવામાં આવી રહી છે. ગત રાત્રે પડેલા ભારે વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા અને 50થી વધુ પરિવારો પુરમાં ફસાયા હતા ત્યારે આગમચેતીના ભાગ રૂપે કોઈ જાનહાની ન થાય તેને લઈને સ્થળાંતર કરવાની પરિસ્થિતિ સર્જાય હતી.
ADVERTISEMENT
લિંબાયતમાં પણ 1200થી વધુ મકાનમાં રહેતા પરિવારોનું સ્થળાંતર
બીજી તરફ લિંબાયતમાં પણ ખાડી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળતા 1200 જેટલા મકાનમાં રહેતા પરિવારનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પાલિકાએ આ સ્થળાંતર કરાયેલા લોકોમાં ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. સ્થિતિને પગલે પાલિકાએ બચાવની કામગીરી માટે ટીમને તૈનાત કરી દીધી છે.
ADVERTISEMENT
જ્યારે અસરગ્રસ્તોને ફૂડ પેકેટ અને પીવાનું પાણી મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરી હતી. નોંધનીય છે કે સુરતમાં ચોમાસાની સીઝનમાં દર વર્ષ ખાડી વિસ્તારમાં આ પ્રકારની સમસ્યા સર્જાય છે, છતાં તંત્ર આજદિન સુધી તેનો ઉકેલ શોધી શક્યું નથી.
(વિથ ઈનપુટઃ સંજયસિંહ રાઠોડ)
ADVERTISEMENT