પહેલીવાર મતદાન કરનારા મતદારોને નરેન્દ્ર મોદીએ શું કહ્યું- જુઓ Video
વલસાડઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર જોર પર છે. ભાજપનું બ્રહ્માસ્ત્ર ગણાતા નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચારમાં લાગી ગયા છે. હવે તેમણે વલસાડમાં ખાસ કરીને…
ADVERTISEMENT
વલસાડઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર પ્રસાર જોર પર છે. ભાજપનું બ્રહ્માસ્ત્ર ગણાતા નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં પ્રચારમાં લાગી ગયા છે. હવે તેમણે વલસાડમાં ખાસ કરીને યુવા મતદારોને આકર્ષવાના પ્રયત્નો કર્યા હતા. તેમની સ્પીચમાં તેમણે ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરતા યુવાન મતદારો સંદર્ભે વાત કરી હતી. તેમણે આ સ્પિચ દરમિયાન તેમણે ખાસ યુવાન મતદારો અને વંદે ભારત ટ્રેન સંદર્ભે કરી હતી.
પહેલી વખત મતદારો અંગે કહ્યું…
તેમણે કહ્યું કે, તમે મતનો અધિકાર મેળવ્યું છે તેટલું જ નહીં, તમે ગુજરાતના નીતિ નિર્ધારક બન્યા છો. આ જુવાનીયાઓના 25 વર્ષ મહત્વના છે તેમ ભારતના 25 વર્ષ પણ એટલા જ જરૂરી છે. નવા મતદારોને મારે કહેવું છે કે તમે એવી જવાબદારી ઉપાડી લો કે 25 વર્ષનું ભારત કેવું જોઈએ છે, તમારી કેરિયર આસમાનને અડનારી હોય, તમારે જોઈએ તેવો અવસર, તેવું જીવન, તેનો ફાયદો ઉઠાવો. પહેલી વખતના મતદારોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીધો સંદેશ આપ્યો હતો.
Gujarat Tak Live: Valsad માં PM મોદીનો જનતાને શું સંદેશ ? |GT https://t.co/xrVlavNS6f
— Gujarat Tak (@GujaratTak) November 19, 2022
ADVERTISEMENT
ADVERTISEMENT