ભરૂચઃ અહેમદ પટેલની દીકરી મુમતાઝે કહ્યું- લોકો ઘણા નારાજ છે, જો કોઈ બીજું જીતે તો અલગ રીતે જ જીતશે
ભરુચઃ ભરૂચમાં પ્રથમ તબક્કાનું વિધાનસભા ચૂંટણીઓ માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે પહેલા તબક્કાના મતદાનમાં 89 બેઠકોનું મતદાન થવાનું છે. સાંજે 5 વાગ્યા સુધી…
ADVERTISEMENT
ભરુચઃ ભરૂચમાં પ્રથમ તબક્કાનું વિધાનસભા ચૂંટણીઓ માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે પહેલા તબક્કાના મતદાનમાં 89 બેઠકોનું મતદાન થવાનું છે. સાંજે 5 વાગ્યા સુધી મતદાન થઈ શકશે. સાથે જ લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે શાંતિ પૂર્ણ મતદાન અત્યાર સુધી ચાલ્યું છે. ભરૂચમાં મતદાન દરમિયાન અહેમદ પટેલની દીકરી મુમતાઝ સાથે એક ખાસ વાતચિત દરમિયાન તેમણે કહ્યું કે આ વખતે લોકો સ્થાનીક મુદ્દાઓને લઈને મત આપશે. ઘણી નારાજગી જોવા મળી છે તેથી જો કોઈ બીજું જીતે છે તો તે જીત કાંઈક બીજી રીતે જ થઈ હોઈ શકે છે.
AAP અંગે મુમતાઝ પટેલે શું કહ્યું?
ગુજરાતમાં જ્યાં આજે 89 બેઠકોનું મતદાન થવાનું છે ત્યારે વિવિધ વિસ્તારોમાં લોકોમાં મતદાનને લઈને ઉત્સાહ જોવા મળ્યો છે. આ તરફ ચૂંટણી પંચ દ્વારા પણ વધુને વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. દરમિયાનમાં ભરૂચમાં અહેમદ પટેલની દીકરી સાથે ખાસ વાત થઈ હતી. મુમતાઝ પટેલે કહ્યું કે, જમીન પર મુદ્દાઓ ઘણા વધુ છે, લોકલ મુદ્દાઓને લઈને મને આશા છે કે લોકો વોટ કરશે. મને જોઈને લોકો અહેમદ પટેલને યાદ કરે છે નારા લગાવે છે. તેમની ખોટ સાલી રહી છે. મુમતાઝ અહેમદ પટેલ બસ એ જ મારી ઓળખ છે. ભરૂચની દીકરી મને કહેવાય છે. ભરૂચ અને અહેમદ પટેલથી મને ઓળખવામાં આવે છે. મને પુરી આશા છે કે ઘણું સારુ પરિણામ આવશે. લોકો લોકલ મુદ્દાઓને લઈને મતદાન કરશે તો જો કોઈ બીજું જીતી જાય છે તો જીત કોઈ રીતે જ જીતશે. આ વખતે ત્રીકોણીયો જંગ નથી, આમ આદમી પાર્ટી કેટલીક જગ્યાઓ પર જરૂર પ્રભાવ છે પરંતુ ગુજરાતમાં તો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહેશે.
(વીથ ઈનપુટઃ દિગ્વીજય પાઠક, ભરૂચ)
ADVERTISEMENT
ADVERTISEMENT