ગુજરાતમાં પહેલીવાર National Photography Festival યોજાશેઃ જુઓ અદ્ભૂત તસવીરો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં પહેલી વખતે અમદાવાદ ખાતે નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજાવાનો છે. અમદાવાદમાં ઈન્કમટેક્સ વિસ્તારમાં આવેલા નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ સાથે મળીને આ આયોજન કરી રહી છે. દેશભરમાંથી કેટલાક ખાસ તસવીરકારોના ફોટોઝ સહિત ઘણા પાસાઓને આવરી લઈ નવજીવન ટ્રસ્ટના કેમ્પસમાં જ આગામી 6થી 9 એપ્રિલ દરમિયાન આ ફેસ્ટિવલ ઉજવાશે. જે દિવસના 11 વાગ્યાથી રાત્રે 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

મોદી સ્ટેડિયમમાં IPL જોવા આવેલા 150 લોકોના I-PHONE ચોરાયા

 આ અંગેની માહિતી આપતા નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેકભાઈ દેસાઈ સાથે વાત કરતા જણાવ્યું હતું કે નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં દેશના જાણીતા ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફી એક્ઝિબિશન્સ, પોર્ટફોલિયો એક્ઝિબિશન્સનો સમાવેશ થાય છે.

પહેલી વખત યોજાશે આ ફેસ્ટિવલઃ વિવેક દેસાઈ
નવજીવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈ કહે છે કે, નવજીવન ટ્ર્સ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં પહેલી વખત નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે. અહીં દેશના જાણીતા પ્રખર ફોટોગ્રાફર્સના ફોટોઝનું એક્ઝિબિશન થશે, પોર્ટ ફોલિયો એક્ઝિબિશન પણ થશે.

ADVERTISEMENT

 Parth Patel, Ahmedabad: અમદાવાદમાં નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓ દ્વારા ગુજરાતમાં સર્વપ્રથમવાર નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશનાં ચુનંદા તસ્વીરકારોના ફોટોગ્રાફ્સ સહિતના ફોટોગ્રાફીના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. તથા નવજીવન ટ્રસ્ટ અને અન્ય સહયોગી સંસ્થાઓના ઉપક્રમે યોજાઈ રહેલો આ ફેસ્ટિવલ નવજીવન ટ્રસ્ટ કેમ્પસમાં તા. 6 એપ્રિલથી 9 એપ્રિલ, 2023 દરમિયાન યોજાશે.

ગુજરાતના આ વિસ્તારોમાં 48 કલાકમાં માવઠું થવાની આગાહી

 વિવેકભાઈ દેસાઈએ વધુમાં જણાવતા કહ્યું કે તા. 6 થી 9 એપ્રિલ, 2023 દરમિયાન યોજાનારા આ ફેસ્ટિવલમાં ફોટોગ્રાફર્સના ઈન્ટરેક્ટિવ સેશન્સ પણ રાખવામાં આવ્યા છે. જેનાથી ફોટોગ્રાફી ચાહકોને આ નિષ્ણાતોના જ્ઞાન અને અનુભવનો લાભ પણ મળશે. તથા નેશનલ ફોટોગ્રાફી ફેસ્ટિવલ સવારે 11 કલાકથી રાત્રિના 9 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે.

ADVERTISEMENT

સ્ટ્રીટ, ટ્રાવેલ ફોટોગ્રાફી અને ક્રિએટીવ નેચર ફોટોગ્રાફીના વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શાહીદુલ આલમ, પ્રશાંત પંજિયાર, સુધારક ઓલ્વે, અમિત દવે, ધ્રિતિમાન મુખર્જી, અનુશ્રી ફડણવીસ, નતાશા રાહેજા જેવા જાણિતા ફોટોગ્રાફર્સની ફોટોગ્રાફીને અહીં આપ જોઈ શકશો. 7 અને 8મી એપ્રિલે લોપામુદ્રા તાલુકદાર દ્વારા સ્ટ્રીટ અને ટ્રાવેલ ફોટોગ્રાફી વર્કશોપ તથા 8મી અને 9મી એપ્રિલે સૌરભ દેસાઈ દ્વારા ક્રિએટિવ નેચર ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કરાયું હતું.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp

    ADVERTISEMENT