પહેલા નકલી RTO ઓફિસર અને પછી નકલી પોલીસ બનીને લોકોની કરી ઠગાઈ, પોલીસે કર્યું બરોબર સ્વાગત
વિરેન જોશી, મહીસાગરઃ મહીસાગરમાં થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નકલી પોલીસ બની સામાન્ય નાગરિક પર રોફ જમાવી તોડ કરતો હતો. આ નકલી પોલીસ…
ADVERTISEMENT
વિરેન જોશી, મહીસાગરઃ મહીસાગરમાં થોડા દિવસ પહેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ નકલી પોલીસ બની સામાન્ય નાગરિક પર રોફ જમાવી તોડ કરતો હતો. આ નકલી પોલીસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં પોલીસને હવે એ ઠગને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.
મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશન હદમાં હાઇવે પર પોતે પોલીસ હોવાનો ખોટો રોફ જમાવી વાહન ચાલકને રોકી તોડ કરતા ઠગ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદીએ કરેલી અરજીમાં આ ઠગની કારનો નંબર પ્લેટનો ફોટો આપવામાં આવ્યો હતો.જેના આધારે બાલાસિનોર પોલીસે નકલી પોલીસ બનીને રોફ જમાવી તોડ કરતા ઠગ રૂપસિંહ ગઢવીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે ઠગની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સ્ટેશનમાં થઈ હતી ફરિયાદ
મહીસાગર જિલ્લાના બાલાસિનોર અમદાવાદ હાઇવે પર ઠગ ટોળકી સક્રિય બની છે અને મહીસાગર પોલીસની ઓળખ આપી ઠગાઈ કરી રહી છે. જેમાં બાલાસિનોરના ફાગવેલ ગામ પાસેથી મહીસાગર જિલ્લાની હદમાં બાઇક પર સવાર લોકોને રોકી પોલીસની ઓળખ આપી લોકો સાથે ઠગાઈ થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. સુનિલ મકવાણા નામના નાગરિકે ફરિયાદ કરી હતી.

કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવ્યો
સુનિલ મકવાણા કહી રહ્યાં છે કે, નકલી પોલીસ પોતાની કાર બાઈકને ઓવરટેક કરી બાઈક રોકવી અને ગાડીના કાગળ માગ્યા અને બન્ને બાઇક સવાર પાસેથી અંગ જડતી કરતા બાઈક સવારો પાસેથી 11000 રૂપિયા લઇ લીધા. પોલીસ સ્ટેશન આવવાનું કહી અને કાર લઇ ફરાર થઈ ગયો હતો. જે બાબતે સુનિલ મકવાણા તેમજ તેમની સાથે રહેલા અન્ય એક ઇસમ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને સુનિલ મકવાણાએ તેમના મોબાઈલમાં પાડેલ કારનો ફોટો પોલીસ સ્ટેશનમાં બતાવતા આવો કોઈ જ ઈસમ પોલીસ સ્ટેશનમાં ન હોવાની વિગત બહાર આવી હતી. જેથી GJ 7 DB 9466 નંબરની કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.

આ પણ વાંચો: ડ્રગ્સનું દૂષણ ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચ્યું, સિદ્ધપુરથી 1.31 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
બાતમીના આધારે કરી ધરપકડ
બાલાસિનોર પોલીસે FIR નોંધી તપાસનો દોર શરૂ કર્યો હતો અને કારના નંબર પરથી તેમજ પોલીસને બાતમી મળી હતી કે બાલાસિનોર તરફ ગુન્હો કરેલા આરોપી આવવા નીકળેલા છે અને મળેલી બાતમીના આધારે નાકાબંધી કરી નકલી પોલીસ રૂપસિંહ ગઢવીને ઝડપી પાડ્યો હતો. પોલીસે નકલી ઠગ પોલીસ રૂપસિંહની ધરપકડ કરી ફરીયાદીને હજાર રાખી ઓળખ પરેડ કરી રૂપસિંહ ગઢવી જ નકલી પોલીસ બની વાહન ચાલકોને લૂંટતો હતો તે બાબતે યોગ્ય તપાસ કરી રૂપસિંહ ગઢવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી હતી આ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મજૂર કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ત્યારે તે જોવું રહ્યું કે આ અગાઉ પણ કેટલા વાહનચાલકોને પોલીસ બનીને વાહનચાલકો પર દમ મારી તોડ કરતા આ ઠગે પોલીસનું નામ લઈને અન્ય કેટલા વાહનચાલકોને લૂંટયા હશે તે પોલીસ તપાસમાં બહાર આવશે અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રૂપસિંહ ગઢવી વિરુદ્ધ સેવાલીયા પોલીસ સ્ટેશનમાં 2019 માં નકલી આરટીઓ ઇન્સપેક્ટર બની રોફ જમાવી રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને વાહન ચેકીંગના બહાને વાહન ચાલકોને ઠગતો હતો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…