VADODARA માં ગેસ લીકેજ બાદ આગ ફાટી નિકળી, 3 વર્ષના પુત્રનું મોત, માતાની સ્થિતિ ગંભીર

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા : શહેરના ગોત્રી જલારામ મંદિર નજીક આવેલા ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસ લિકેજ થયા બાદ બ્લાસ્ટ થતા માતા-પુત્ર દાઝ્યા હતા. જેના કારણે પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગોત્રી વિસ્તારના જલારામ મંદિર નજીક ચંદ્ર મૌલિશ્વર સોસાયટી મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યોને ઘરબંધ કરીને બહાર ગયા હતા. દરમિયાન સાંજે નયનાબેન બારોટ અને ત્રણ વર્ષના પુત્ર દેવાંગને ઘરે આવ્યા હતા. મકાનનો દરવાજો ખોલીને સ્વિચ શરૂ કરતાની સાથે જ પ્રચંડ વિસ્ફોટ થયો હતો અને સમગ્ર ઘરમાં આગ લાગી ગઇ હતી.

ભયાનક વિસ્ફોટ થતા પાડોશીઓ દોડી આવ્યા
એકાએક ભયાનક વિસ્ફોટ થતા પાડોશીઓ પણ દોડી આવ્યા હતા. 22 વર્ષીય નયનાબેન બારોટ અને તેમના ત્રણ વર્ષનો પુત્ર દેવાંગ દાઝી ગયા હતા. બ્લાસ્ટ થતાની સાથે જ સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ બનાવના પગલે સોસાયટીમાં અફડા તફડી મચી હતી. સોસાયટીના લોકો દ્વારા ઘાયલ અવસ્થામાં જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ વડોદરા ફાયર બ્રિગેડે મહામુસીબતે આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

પરિવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડાયા
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ પરિવાર થોડા દિવસો પહેલા જ ઘરમાં ભાડે રહેવા માટે આવ્યો હતો. જેથી પરિવારે હાલમાં જ ગેસનું ફિટિંગ કર્યું હતું. જેથી એવી શક્યતા છે કે, ગેસ પાઇપમાં લીકેજ થયું હતું અને દરમિયાન ઘર બંધ હતું. જેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. જેમાં નયનાબેન પુત્ર સાથે બહાર આવ્યા અને લાઇટની સ્વિચ ચાલુ કરે તેવો જ સ્પાર્ક થતા ગેસમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં માતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ થયા હતા. સારવાર દરમિયાન પુત્રનું ટુંકી સારવારમાં જ મોત નિપજ્યું છે. જ્યારે માતાની સારવાર ચાલી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT