વડોદરાની SSG હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, સદનસીબે કોઈ જાનહાની નહીં

ADVERTISEMENT

Vadodara News
વડોદરાની SSG હોસ્પિટલમાં આગ
social share
google news

Vadodara News: વડોદરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શહેરની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, સદનસીબે ઘટના સમયે અહીં કોઈ દર્દી હાજર  ન હતા, જેના કારણે કોઈ જાનહાની સર્જાઈ નથી. 

બ્લાસ્ટ બાદ આગ લાગતા અફરાતફરી

મળતી માહિતી અનુસાર, વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગતા હોસ્પિટલમાં દોડાદોડી થઈ ગઈ હતી. હોસ્પિટલમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાની તજવીજ હાથ ધરી હતી. 

ફાયરની ટીમે મેળવ્યો હતો કાબૂ

ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો-ધુમાડો થઈ ગયો હતો. જોકે, OTની બાજુના વોર્ડમાં ત્રણ દર્દીઓ દાખલ હતા. જેઓને અન્ય વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જે બાદ ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલમાં મળતી જાણકારી અનુસાર, હોસ્પિટલના ENT વિભાગમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને નાઈટ્રોજન લાઈનના કારણે આગ પ્રસરી હતી. હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.  
 

ADVERTISEMENT

ઈનપુટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
 

    follow whatsapp

    ADVERTISEMENT