BREAKING: AAPના MLA ચૈતર વસાવા મુશ્કેલીમાં, નર્મદા પોલીસમાં વન વિભાગે નોંધાવી ફરિયાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Narmada News: આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મુશ્કેલીમાં ફસાયા છે. ચૈતર વસાવા સામે નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ચૈતર વસાવાની બોલાચાલી થઈ હતી.

કયા મામલે ચૈતર વસાવા સામે ફરિયાદ નોંધાઈ?

નર્મદામાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા સામે પોલીસમાં ફરિયાદ થઈ છે. ખાસ છે કે ખુદ નર્મદાનું વન વિભાગ તેમની સામે ફરિયાદી બન્યું છે અને વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી મામલે તેમની સામે કલમ 386 હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ખાસ છે કે, દિલ્હીમાં પણ એકબાજુ દારૂ કૌભાંડ મામલે આમ આદમી પાર્ટીના એક બાદ એક મંત્રીઓ પર સકંજો કસાયો છે અને અત્યાર સુધીમાં 3 જેટલા મંત્રીઓ જેલ હવાલે થઈ ગયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ EDએ સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્હી બાદ ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના ચૈતર વલાવા મુશ્કેલીમાં મૂકાયા છે.

ADVERTISEMENT

(ઈનપુટ: નરેન્દ્ર પેપરવાલા, નર્મદા)

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT