સુરતમાં સિવિલ સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં ઘુસી બબાલ કરનારા AAP નેતા સામે FIR, બેગમાંથી ચપ્પુ મળ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજયસિંહ રાઠોડ/સુરત: સુરત સિવિલ હોસ્પિટલમાં સુપ્રિટેન્ડન્ટની ઓફિસમાં ઘુસીને વીડિયો ઉતારી બબાલ કરવાનું AAP નેતા અને RTI એક્ટિવિસ્ટને ભારે પડી ગયું. સિવિલમાં સિક્યોરિટી ગાર્ડનો કોલર પકડીને બબાલ કરનારના નેતા ભાગી ગયા બાદ તેમની બેગમાંથી ચપ્પુ પણ મળી આવ્યું હતું. ત્યારે હવે સમગ્ર મામલે સિવિલ સુપ્રિટેન્ડન્ટે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સિવિલ સુપ્રિટેન્ડન્ટનો પીછો કરી વીડિયો ઉતાર્યો હતો
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે AAPના વોર્ડ ઉપ પ્રમુખ જયેશ ગુર્જરએ બબાલ કરી હતી. આપ નેતા અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ જયેશ ગુર્જરે નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોવેકરની ઓફિસમાં ઘૂસી જઈ સિવિલ હોસ્પિટલમાં ચાલતી સિક્યુરિટી ગાર્ડ એજન્સી દ્વારા કરવામાં આવતા કથિત ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે બબાલ કરી હતી. નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સિક્યુરિટી ગાર્ડની સુરક્ષા હેઠળ ઓફિસમાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે પણ આ જયેશ ગુર્જરએ એમનો વીડીયો ઉતારતા એમનો પીછો કર્યો હતો અને અપશબ્દો પણ બોલી રહ્યો હતો.

કારમાં જતા સમયે પણ પીછો કર્યો
ગણેશ ગોવેકાર જ્યારે એમની કારમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે પણ એમની પાછળ પાછળ જયેશ ગુર્જર દોડી રહ્યો હોય એવું વીડિયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. આપ નેતા જયેશ ગુર્જરની આ હરકતને લઈને સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ટન્ટ ગણેશ ગોવેકરે શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ખટોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર.કે.ધુલિયા એ જણાવ્યું હતુ કે, જયેશ ગુર્જરને આરટીઆઈની સુનાવણી માટે એકલા બોલાવ્યા હતા. ત્યારે તેઓ બીજા સાથીયોને લઈને સુપ્રિટેન્ડેન્ટની ઓફિસમાં પહોંચીને બબાલ કરી હતી. જયેશ ગુર્જરની બેગમાંથી ચપ્પુ પણ મળી આવેલ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT