ગુજરાતમાં યોજાશે FilmFare એવોર્ડ્સ 2024: MoU થયા સાઈન

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ડ 2024નું આયોજન થવા જઈ રહ્યું છે. આવું પહેલીવાર થશે કે ગુજરાતમાં ફિલ્મ ફેર એવોર્ટ યોજાશે. આ અંગે સરકાર સાથે MoU પણ સાઈન થયા છે. આજે આ અંગેના MoU સાઈન થતા ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. ઉપરાંત ગુજરાતમાં રોજગારની પણ આશા વ્યક્ત કરી હતી.

શું કહ્યું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે
મુખ્યમંત્રી ભુપેન્‍દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ટુરીઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત લિ. અને ટાઇમ્સ ગ્રુપના વર્લ્ડવાઈડ મિડીયા પ્રા. લિ. વચ્ચે ફિલ્મફેર એવોર્ડસ-2024 ના ગુજરાતમાં આયોજન માટે MoU કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પ્રવાસન મંત્રી સહિતના મંત્રીઓ, વર્લ્ડવાઇડ મિડીયા પ્રા. લિ. ના CEO, ફિલ્મસ્ટાર ટાઇગર શ્રોફ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ADVERTISEMENT

ગુજરાતમાં પ્રથમવાર ફિલ્મફેર એવોર્ડના આયોજન માટેના MoU હસ્તાક્ષર પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉદ્યોગ-વ્યાપાર માટે દેશ-વિદેશના રોકાણકારો માટે ‘બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ’ બનેલું ગુજરાત હવે ‘બેસ્ટ એન્ટરટેઇન્મેંટ ઇન્વેસ્ટમેન્ટ’ માટે પણ માનીતું ડેસ્ટિનેશન બનશે. તેમજ ગુજરાતની ‘મોસ્ટ ફિલ્મ ફ્રેન્ડલી સ્ટેટ’ તરીકેની છાપ મજબૂત થશે. મુખ્યમંત્રીએ ફિલ્મ ઉદ્યોગના વિકાસ અને સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, ગુજરાત પોતાની વિરાસતને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરી શકે તે માટે આ MoU મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. ફિલ્મફેર એવોર્ડના ઐતિહાસિક આયોજનથી ઇવેન્ટ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી, ટ્રાન્સપોર્ટેશન, સુરક્ષા જેવા વિવિધ ક્ષેત્રોમાં રોજગારીનું સર્જન પણ થશે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT