AHMEDABAD માં ફિલ્મી સ્ટાઇલે હત્યા, ગાડીથી ટક્કર મારી બુલેટનું પડીકુ વાળી દીધું, પછી ગોળી ધરબી દીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : શહેરમાં પણ હવે સુરતમાં સ્થિતિ બેકાબુ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. શહેરમાં પોલીસ હવે માત્ર હાજરી પુરાવવા માટે જ છે. વસ્ત્રામાં સરા જાહેરમાં એક વ્યક્તિને પહેલા ટક્કર મારીને ત્યાર બાદ ગોળી ધરબી દીધી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને ફફડાટનો માહોલ છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો એક જીવતી કારતુસ પણ મળી આવી હતી. હાલ તો પોલીસ તપાસ ચલાવી રહી છે. ત્રિપલ સવારીમાં જઇ રહેલી બુલેટને પહેલા જોરદાર ટક્કર મારીને અટકાવ્યા હતા. ટક્કર એટલી જોરદાર હતી કે, બુલેટનું થાંભલા પડખે પડીકુ વળી ગયું હતું.

જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે બોલાચાલી લોહિયાળ બની
ઘટના અંગે મળતી માહિતી અનુસાર જન્મદિવસની પાર્ટીમાં મિત્રો વચ્ચે કોઇ બોલાચાલી થઇ હતી. ત્યાર બાદ અદાવત રાખીને આ સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યું છે. વસ્ત્રાલના કર્ણાવટી રોડ પરથી ત્રણ યુવકો બુલેટ બાઇક પર પસાર થઇ રહ્યા હતા. દરમિયાન અચાનક જ આવેલી એક કારે બુલેટને ટક્કર મારી હતી. યુવકોને અટકાવવા માટેનો પ્રયાસ કર્યો હતો. જોતજોતામાં કારમાં આવેલા વ્યક્તિએ ફાયરિંગ કરતા અફડા તફડી મચી હતી. ફાયરિંગ કરીને હત્યા કરીને ફરાર થઇ ગયા હતા.

ગાડીને એવી જોરદાર ટક્કર મારી કે પડીકુ વળી ગયું
ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં સોપો પડી ગયો હતો. જો કે પ્રાથમિક રીતે એવું લાગી રહ્યું છે કે, અકસ્માત છે.જેમાં ગાડીએ બુલેટને અડફેટે લીધું હતું. જો કે ખુન્નસથી ભરેલા આ લોકોએ એવી ટક્કર મારી હતી કે, બુલેટનું પડીકુ વળી ગયું હતું. જો કે તે વ્યક્તિ મર્યો નહી અને તેના કારણે ગાડીમાં આવેલા શખ્સોએ ફાયરિંગ કર્યું અને તેને ઢાળી દીધો હતો. હાલ તો પોલીસ આસપાસના સીસીટીવી સહિતની સામગ્રી એકત્રી કરીને તપાસ ચલાવી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT