રાજસ્થાન હોસ્પિટલમાં વિકરાળ આગ, ફાયર સેફ્ટી માત્ર સામાન્ય લોકોને પરેશાન કરવાનું સાધન

ADVERTISEMENT

Fire in Rajasthan Hospital
Fire in Rajasthan Hospital
social share
google news

અમદાવાદ : શહેરની રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવા અંગે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષીકેશ પટેલે જણાવ્યું કે, સવારે 7 વાગ્યે રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગી હતી. મે ઘટના અંગે તમામ માહિતી મેળવી હતી હોસ્પિટલના બેઝમેન્ટમાં પડેલા વધારાના પરચુરણ સામાનમાં આગ લાગી હતી. શોર્ટ સર્કિટના કારણે આગની ઘટના બની હતી. તત્કાલ તમામ દર્દીઓને શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. જો કે સત્વરે કાર્યવાહીના કારણે કોઇ જાનહાની થઇ નથી. જો કે અમે તમામ આઇસીયુ અને મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ફરી એકવાર ઇન્સપેક્શન કરાવીશું.

ગુજરાતમાં તમામ નિયમ માત્ર સામાન્ય નાગરિકો માટે, VIP માટે કંઇ જ નહી
જો કે હવે આ સમગ્ર મામલો રાજકીય બની ચુક્યો છે. આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં અનેક દર્દીઓ દાખલ હતા. જેમાં અનેક સિરિયસ દર્દીઓ ઉપરાંત વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. વારંવાર અમદાવાદની હોસ્પિટલમાં આગની ઘટનાઓ કેમ બને છે? કોરોનાકાળમાં અમદાવાદ, રાજકોટની હોસ્પિટલોમાં પણ આગ લાગી હતી. તેમ છતા હજી સુધી સરકારે કેમ કોઇ પગલા લીધા નથી. શું માત્ર દેખાવ માટે જ ફાયર સેફ્ટીના હથિયારો લાગી રહ્યા છે. સામાન્ય સોસાયટીઓના પાણીના કનેક્શન કપાઇ રહ્યા છે. નિયમિત ફાયરનું ઓડિટ કરવા દબાણ થાય છે. જ્યારે હોસ્પિટલો બેફામ રીતે પૈસા વસુલે છે તેમ છતા દર્દીઓને સુરક્ષાની સાથે સીધા જ ચેડા થઇ રહ્યા છે. કેટલીક હોસ્પિટલોમાં તો ઇમરજન્સી એક્ઝિટ પણ નથી.

રાજસ્થાન હોસ્પિલમાં વહેલી સવારે લાગી હતી આગ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આજે વહેલી સવારથી ભીષણ આગ લાગી હતી. સારવાર લઇ રહેલા 100 થી વધારે દર્દીઓ ઓસવાલ ભવનમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. ઓસવાલ ભવનના બીજા અને ત્રીજા માળે નીચે બેડશીટ પાથરીને દર્દીઓને સારવાર આપવામાં આવી હતી. દર્દીઓના શિફ્ટિંગ બાદ સેટઅપ તૈયાર કરાયા હતા. ઓસવાલ ભવન ખાતે દર્દીઓ અને પરિવારો માટે જમવાની, ચા-નાસ્તો અને પાણી સહિતની વ્યવસ્થા કરાઇ છે.

ADVERTISEMENT

દર્દીઓના શિફ્ટિંગની કામગીરી
અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ હવે દર્દીઓને ઓસવાલ ભવનમાં શિફ્ટ કરવાની કવાયત કરાઇ હતી. જેમાં અનેક દર્દીઓને ઓસવાલ ભવન ખાતે સેટઅપ કરવામાં આવી રહ્યો છે. ઓસવાલ ભવન ખાતે વધારે એક દર્દીની તબિયત લથડી છે. જેના પગલે દર્દીને ICU એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે.

    follow whatsapp

    ADVERTISEMENT