AHMEDABAD ના બાપુનગરમાં ફટાકડાના ગોડાઉનમાં વિકરાળ આગ, 1 કિલોમીટર દુરથી જોઇ શકાય છે ધુમાડો
અમદાવાદ : ગુજરાતમાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને હાલ ઉનાળાને કારણે અનેક શહેરોમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં આગની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને હાલ ઉનાળાને કારણે અનેક શહેરોમાં યેલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિકોને બહાર નહી નિકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. તેવામાં આગ લાગવાની ઘટનાઓના કિસ્સાઓમાં પણ વધારો થઇ રહ્યો છે. જેના કારણે અનેક સ્થળે વારંવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે. તેવામાં આજે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આવેલા વિકાસ એસ્ટેટમાં વિકરાળ આગ ફાટી નિકળી હતી.
એસ્ટેટમાં વિકરાળ આગને પગલે ભાગદોડ મચી ગઇ
વિકાસ એસ્ટેટમાં મોટા ભાગની ફટાકડાની દુકાનો અને ફટાકડાના ગોડાઉન આવેલા છે. જેના કારણે આ આગ હજી પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે તેવો અંદાજ ફાયર વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરની ગજરાજ સહિતની કુલ 23 ગાડીઓ ઘટના સ્થળે છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે આગ ફટાકડામાં લાગી હોવાના કારણે સતત વધતી જઇ રહી છે. તેના પર કાબુ મેળવવો ખુબ જ મુશ્કેલ છે.
ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા પણ તમામ સંસ્થાઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ પોતાના વિવિધ ઇલેક્ટ્રોનિક સાધનોની પણ તપાસ કરાવે જેથી કોઇ શોર્ટ સર્કિટ જેવી ઘટનાથી આગને નિવારી શકાય. જો કે ભારે ગરમીના કારણે આગ લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ વિકાસ એસ્ટેટમાં લાગેલી આગ એટલી વિકરાળ છે કે, ધુમાડાના ગોટેગોટા એક કિલોમીટર દુર સુધી જોઇ શકાય છે. જો કે હાલ તો ફાયરનો પ્રયાસ છે કે, આ આગ આગળ ન વધે અને નુકસાન શક્ય તેટલું ઘટાડી શકાય. કારણ કે, ફટાકડાની દુકાન હોવાના કારણે આસપાસના વિસ્તાર કે અન્ય ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી શકે છે. જો કે સદ્ભાગ્યે તેમાં કોઇ ફસાયું કે દાઝ્યું નથી. જો કે ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT