મહેસાણાના વણોદમાં CMR કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગ મોડુ પહોંચતા કરોડોનું નુકસાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાતના મહેસાણામાં મારૂતિ કંપની પાસે વણોદ ગામમાં ભયાનક આગ લાગ્યાની ઘટના બની હતી. CMR કંપનીમાં આગ લાગી છે, ભીષણ આગને કારણે કંપનીનો તમામ માલસામાન બળીને ખાખ થઇ ગયો હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. મહેસાણામાં મારૂતિ કંપની પાસે વણોદ ગામમાં આગ લાગી હતી. CMR કંપનીમાં ભીષણ આગ લાગતા તમામ માલસામાન બળીને ખાખ થયાની વિગતો મળી રહી છે.

નગરપાલિકાના ફાયર વિભાગની બેદરકારીના કારણે કંપનીને ભારે નુકસાન
નગરપાલિકાના ફાયરબ્રિગેડની સહાય ન મળ્યાનો પણ આક્ષેપ પણ ફેક્ટરીના માલિક દ્વારા દાવો કરવામાં આવ્યો છે. જો કે સદભાગ્યે કોઇ પણ પ્રકારે જાનહાનીના સમાચાર સામે નથી આવ્યા. CMR કંપનીમાં આગ લાગતા તમામ સામાન બળીને ખાખ થઈ ગયો છે.

આગ લાગવા અંગેનું કારણ હજી સુધી નથી મળ્યું
નગરપાલિકાના ફાયરબ્રિગેડની સહાય ન મળતા કંપનીનો તમામ સામાન બળીને ખાખ થયાનો અને તેના કારણે કંપનીને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હોવાનો આક્ષેપ ફેક્ટરી સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. આગ લાગવા અંગે કારણ જાણવા મળ્યું નથી. જે ભીષણ આગના અને તેના ધુમાડા ગોટે ગોટા દૂર દૂર દેખાતા લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT