Surat માં કારના શો રૂમમાં વિકરાળ આગ, કરોડોના નુકસાનની આશંકા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત : શહેરમાં કારના એક શોરૂમમાં વિકરાળ આગ લાગી હતી. સુરતના ઉધના વિસ્તારના કારના શોરૂમમાં ભીષણ આગ લાગી છે. ઉધના વિસ્તારમાં આવેલા હ્યુન્ડાઇ કંપનીના શો રૂમમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ફાયર દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો.

ઉધના વિસ્તારમાં હ્યુન્ડાઇ કંપનીના શોરૂમમાં આગ
સુરતના ઉધના વિસ્તારના હ્યુન્ડાઇ કંપનીના કારના શો રૂમમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઇ હતી. શોરૂમમાં રહેલા નવા વાહનોમાં આગ લાગી છે. જેના પગલે આજુબાજુના વિસ્તારોને ફાયર દ્વારા ખાલી કરાવવામાં આવ્યો હતો. સુરત ફાયર વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે. આગમાં શોરૂમમાં રહેલી અનેક કાર બળીને ખાખ થઇ ગઇ હોવાનું પ્રાથમિક તારણ છે.

ADVERTISEMENT

ધુમાડાના વિકરાળ ગોટેગોટા ઉડતા આસપાસ ભયનો માહોલ
આગની ઘટનાને પગલે કોઈ જાનહાનીની વિગતો જો કે હજી સુધી પ્રાપ્ત થઇ નથી. ધુમાડાના વિકરાળ ગોટેગોટા ઉડી રહ્યા હતા. ઉપરાંત પવન હોવાના કારણે આગ આસપાસના શોરૂમમાં પણ ન લાગે તે માટે ફાયર બ્રિગેડ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આગમાં મોટા પ્રમાણમાં ગાડીઓ બળીને ખાખ થઇ જવાના કારણે કરોડોનાં નુકસાનની ભીતી પણ સેવાઇ રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT