ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ બંધ, ખરાબ હવામાનના કારણે GMBએ લીધો મહત્વનો નિર્ણય

ADVERTISEMENT

gujarattak
social share
google news

રજનીકાંત જોશી, દ્વારકા: ખરાબ હવામાનને કારણે ઓખા – બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફરી બોટ સર્વિસ થોડા સમય માટે બંધ કરવામાં આવી. યાત્રાધામ દ્વારકામાં આવતા યાત્રાળુઓ બેટ દ્વારકા દર્શન કરવા અવશ્ય જાય છે. બેટ દ્વારકા દર્શન કરવા માટે ઓખા થી 30 કિમી દૂર ઓખાથી સમુદ્ર માર્ગે બોટ સર્વિસ દ્વારા જવું પડે છે. આજે વહેલી સવારથી અચાનક વાતાવરણ માં પલટો આવતાં યાત્રિકોની સુખાકારી સલામતી માટે ઓખા ની ગુજરાત મેરી ટાઈમ બોર્ડ કચેરી દ્વારા ફરી બોટ સર્વિસ થોડા સમય માટે બંધ કરવામાં આવી છે.

ભારે પવન અને ખરાબ હવામાનના કારણે ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરીબોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓખા GMBએ યાત્રિકોની સલામતી માટે આ નિર્ણય લીધો છે. ભારે પવન હોવાના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ  કરવામાં આવી છે. પવન અને મોજા શાંત થતાં ફેરીબોટ સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે. ઓખા મરીન પોલીસ દ્વારા ઓખા જેટી પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા જવાનો તૈનાત પણ  કરી દેવામાં આવ્યા છે.

યાત્રીકો નહીં જઈ શકે બેટ દ્વારકા
એક તરફ શિયાળો જામ્યો છે ત્યારે બીજી તરફ ઠંડી સાથે ભારે પવન ફૂંકાતા દ્વારકામાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ફેરીબોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. જેને લઈ દ્વારકાધીશના દર્શન કરવા આવતા ભાવિકો ભગવાન દ્વારકાધીશના રાણીવાસના દર્શન નહીં કરી શકે.

ADVERTISEMENT

 ઓખાથી બેટ દ્વારકા માટે ચાલે છે આટલી બોટ
દ્વારકા આવેલા લોકો બેટદ્વારકા દર્શન માટે અચૂક પહોચે છે. ત્યારે બેટ દ્વારકા દર્શન કરવા માટે ઓખા થી 30 કિમી દૂર ઓખાથી સમુદ્ર માર્ગે બોટ સર્વિસ દ્વારા જવું પડે છે.  ઓખાથી બેટ દ્વારકા સમુદ્રમાં 160 જેટલી પેસેન્જર બોટો ચાલે છે. ત્યારે ઓખા GMB દ્વારા બહરે પવન અને ખરાબ વાતાવરણને લઈ આજે બોટ સર્વિસ થોડા સમય માટે બંધ કરવામાં આવી છે. વાતાવરણ વ્યવસ્થિત થતાં ફરી શરૂ કરવામાં આવશે.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT