GUJARAT માં પિતાએ 14 વર્ષની પુત્રીની બલી ચઢાવી દીધી? કેરળ કરતા પણ ક્રૂર ઘટનાથી ચકચાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગીરસોમનાથ : તાંત્રિક વિધિના અંન્ધ વિશ્વાસમાં ફસાયેલા બાપે પોતાની જ 14 વર્ષની દીકરીનું ગળું કાપીને બલી ચડાવતા ચકચાર મચી ગઇ છે. પોલીસને આ અંગેની ભાળ મળતાની સાથે જ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જો કે આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે કેરાલામાં બે મહિલાઓની બલી ચડાવવામાં આવી હતી. જે ઘટના નેશનલ હેડલાઇન બની હતી. તેના એક જ દિવસ બાદ ગુજરાતમાં આવી ઘટના સામે આવતા તંત્ર દોડતું થયું છે.

આઠમા નોરતે બલી ચઢાવી હોવાની પોલીસને આશંકા
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ધાવાગીર ગામના વાડી વિસ્તારના પોલીસના બાતમીદારોએ બાતમી આપી હતી કે, અહીં વાડી વિસ્તારમાં ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિ છે. જે સુરત રહેતા હતા અને છેલા 6 મહિનાથી અહીં વતનમાં આવ્યા હતા.

પોલીસને પણ બાતમી મળી ત્યારે ખબર પડી
ભાવેશભાઈની 14 વર્ષની બાળકી ધેરૈયા જે ધોરણ 9 મા અભ્યાસ કરતી હતી. પરંતુ 8 મા નોરતાએ તે બાળકીની રાત્રે તેના જ પિતાએ બલી ચડાવી હોવાની બાતમી પોલીસને મળી હતી. જો કે આ ઘટનાની બાતમી પોલીસને હાલમાં જ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ પોલીસે ભાવેશ ભાઈ અકબરી ની વાડીએ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT

શેરડીના વાઢમાંથી 2 બાચકા અને રાખ મળી આવ્યા
શેરડીના વાઢમાંથી 2 બાચકા અને એક રાખ ભરેલું જબલુ મળી આવ્યું છે. બાચકાની અંદર કપડા અને રાખ જોવા મળી હતી. જો કે હજુ સુધી પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. બીજી તરફ બાળકીના મોતના 4 દિવસ સુધી ગોદડામાં વિંટાળી હોવાના અને 7 ગામના લોકો અંતિમક્રિયા કરી હોવાના આરોપ મામલે પોલિસ અને તાલાલા મામાલદારે અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. હાલ તાલાલા પોલીસે ગુમશુદા બાળકીના માતા પિતાની પોલીસ સ્ટેશન ખાતે પુછપરછ ચાલી રહી છે.

    follow whatsapp

    ADVERTISEMENT