Valsad News: વાપીમાં ઉદ્યોગપતિ પિતાનું સગી દીકરી પર દુષ્કર્મ, ધનાઢ્ય પરિવારમાં કુકર્મનો ભાંડો 6 વર્ષે ફૂટ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Valsad News: વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં પિતાએ સગી દીકરીને હવસનો શિકાર બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સંઘ પ્રદેશમાં ફેક્ટરી ધરાવતા ઉદ્યોગપતિએ જ સગી દીકરીને પીંખી નાખતા ચકચાર મચી જવા પામી છે. 6 વર્ષથી પિતાની ગંદી હરકતોથી કંટાળીને આખરે દીકરીએ પોતાની માતાને સમગ્ર વાતની જાણ કરતા માતાએ પતિ વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દીકરી પર નરાધમ પિતાએ 6 વર્ષ દુષ્કર્મ આચર્યું

વિગતો મુજબ, મૂળ રાજસ્થાનના પરિવારે સંઘ પ્રદેશનમાં ફેક્ટરી સાથેની ધંધાની શરૂઆત કરી હતી. દરમિયાન વર્ષ 2016માં પિતાએ પ્રથમવાર ઘરમાં એકલી રહેલી 13 વર્ષની સગી દીકરી પર નજર બગાડીને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ બાદ દીકરીને આ ઘટનાની જાણ કોઈને ન કરવા માટે ધમકી આપી. પછી નરાધમ પિતા જ્યારે પણ તક મળે દીકરીને હવસનો શિકાર બનાવતો અને 6 વર્ષ સુધી તેનું શોષણ કરતો રહ્યો.

દીકરીએ માતાને જાણ કરતા ભાંડો ફૂટ્યો

આખરે પિતાની ગંદી હરકતોથી કંટાળેલી દીકરીએ પોતાની માતાને આ અંગે જાણ કરી. પતિની આવી હરકતો વિશે જાણીને પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ. જે બાદ તેણે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દીકરીનું મેડિકલ ચેકઅપ કરાવીને આગળ તપાસ હાથ ધરી છે. તો દુષ્કર્મ આચરનારા પિતાની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT