ભૂલકાંઓનો શું વાંક? દાહોદમાં સાસરીયાના ત્રાસથી બે સંતાનોનું ગળું દબાવ્યા બાદ પિતાનો આપઘાતનો પ્રયાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

શાર્દુલ ગજ્જર/દાહોદ: દાહોદમાં ઘરકંકાશમાં આખો પરિવાર ખેદાન મેદાન થઈ ગયો. પરિવાર અને સાસરીયાના ત્રાસથી પરેશાન થઈને પિતાએ પુત્ર અને પુત્રીની હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. લીમડી પોલીસે હાલમાં સંતાનોની હત્યા કરનારા પિતાની અટકાયત કરી છે અને તપાસ શરૂ કરી છે. જ્યારે બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા છે.

દીકરા-દીકરીનું ગળું દબાવી પોતે ફાંસો ખાધો
વિગતો મુજબ, દાહોદના ડુંગરીમાં એક પિતાએ ઘરકાંકાશ અને સાસરીયાના ત્રાસના કારણે પોતાના જ 7 વર્ષના છોકરા અને 12 વર્ષની છોકરીનું ગળું દબાવીને હત્યા કરી નાખી. સવાર-સવારમાં બાળકોની હત્યા બાદ પિતાએ ઝાડ સાથે ફંદો બાંધીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા યુવકે સુસાઈડ નોટ પણ લખી હતી. જોકે તેનો જીવ બચી ગયો હતો. જે બાદ પોલીસે આરોપી પિતાની અટકાયત કરી લીધી છે અને બંને બાળકોના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.

ADVERTISEMENT

રાજકોટમાં માતાએ બં સંતાનોની હત્યા બાદ આપઘાત કર્યો
નોંધનીય છે કે, આ પહેલા રાજકોટમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં માતાએ પોતાના બે સંતાનોની હત્યા કર્યા બાદ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. મનીષા પરમાર નામની મહિલાએ આપઘાત પહેલા એક વીડિયો બનાવ્યો હતો, જેમાં તે પોતાના આ પગલા પાછળ પતિનો ત્રાસ જવાબદાર હોવાનું કહી રહી હોય છે. ત્યારે એક જ દિવસમાં આપઘાતના આ પ્રકારના બે બનાવોથી બે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.

    follow whatsapp

    ADVERTISEMENT