વલસાડમાં પૈસા માટે પિતા-પુત્ર વચ્ચે લોહિયાળ ખેલ, પિતાએ સગા દીકરાને કુહાડીના ઘા ઝિંકી પતાવી નાખ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ: વલસાડના પારડીમાં પિતા-પુત્ર વચ્ચે લોહિયાળ બબાલની ઘટના સામે આવી રહી છે. જેમાં પિતાએ આવેશમાં આવીને સગા દીકરાની કુહાડીના ઘા ઝિંકીને હત્યા કરી નાખી હતી. બાપ-દીકરીની મારામારીમાં પિતા પણ ઈજાગ્રસ્ત થયા હતા, જેથી તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે હવે આ સમગ્ર મામલે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતને ઝાડ કપાવ્યાના 4 લાખ મળ્યા હતા
વિગતો મુજબ, વલસાડના પારડીમાં 70 વર્ષના એક ખેડૂત નામદેવ નાયકાએ પોતાની જમીનમાં ઉગેલા ઝાડ કપાવ્યા હતા. જેમાંથી ખેડૂતને 4 લાખ રૂપિયા મળ્યા હતા. દરમિયાન ખેડૂતનો દીકરો નરોત્તમ નાયકા લાંબા સમયથી પિતા પાસે નવું ઘર બનાવવા માટે વારંવાર પૈસાની માગણી કરી રહ્યો હતો. જોકે પિતા તેને પૈસા આપતા નહોતા. દરમિયાન પુત્રને જાણ થઈ કે પિતાને ઝાડ કપાવ્યા બાદ લાખો રૂપિયા મળ્યા છે. એવામાં તે પૈસાની માગવા માટે આવ્યો હતો.

પૈસા માગવા આવેલા દીકરા સાથે થઈ બોલાચાલી
આ દરમિયાન કોઈ બાબતે પિતા અને પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. ત્યારે ઉશ્કેરાઈ ગયેલા પિતાએ કુહાડી લઈને દીકરા પર જ હુમલો કરી દીધો હતો. જેમાં પુત્રને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ 108 અને પારડી પોલીસને જાણ કરી હતી. હાલમાં પોલીસે લાશનો કબજો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પિતાને પણ ઈજા પહોંચતા તેને 108 મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT