પિતા અને સાસુ એક જ દિવસે ગુમ થઈ જતા દીકરી પહોંચી હાઈકોર્ટમાં, પછી થયો ચોંકાવનારો ખુલાસો

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. દીકરીના પિતા અને વેવાણ એક જ દિવસે ગાયબ થઈ જતાં હાઈકોર્ટમાં હેબિઅસ કોર્પસ કરવામાં આવી હતી. જેથી હાઈકોર્ટની સૂચના બાદ પોલીસે બંનેને એક સાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ તેઓને કોર્ટમાં રજૂ કરતા દીકરીના પિતાએ જણાવ્યું હતું કે, તેમને વેવાણ અવારનવાર સાથે રહેવા માટે દબાણ કરતા હતા.

પતિ સાથે ફરવા ગઈ હતી પરિણીતા

આ મામલે વિગતવાર વાત કરીએ તો તાલોદમાં રહેતા દંપતીએ પોતાના માતા-પિતા ગુમ થયા હોવાની પોલીસમાં જાણવા જોગ અરજી આપી હતી. પોલીસ તેઓને શોધી ન શકતા પરિણીતા હાઈકોર્ટમાં પહોંચી હતી. તેણે પોતાના પિતા અને સાસુને શોધવા માટે હેબિઅસ કોર્પસ કરી હતી. જેમાં તેણે રજૂઆત કરી હતી કે, તે પતિ સાથે 4 દિવસ ફરવા ગઈ હતી. ત્યારે તેના પિતા અને પતિના માતા (સાસુ) પોત પોતાના ઘરે એકલા હતા.

બંને ઘરે જોવા મળ્યા હતા તાળા

ફરવા ગયાના બીજા દિવસે જ્યારે પરિણીતાએ પોતાના પિતાને ફોન કર્યો તો તેઓએ જણાવ્યું હતું કે મારી તબિયત સારી નહીં હોવાથી હું તારા સાસરે જમવા માટે આવ્યો હતો. પિતાની વાત નોર્મલ લાગતા તેણે ફોન મૂકી દીધો હતો. જે બાદ બીજા દિવસે તબિયત પૂછવા ફોન કર્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવ્યા હતો. તો 4 દિવસ ફરીને પરત આવ્યા બાદ બંને ઘરે તાળા લાગેલા હતા.

ADVERTISEMENT

હાઈકોર્ટમાં પહોંચી પરિણીતા

પિતા અને સાસુ બંને એક જ દિવસે ગાયબ થઈ જાતાં કંઈક અજુગતુ લાગતા તેઓએ પોલીસમાં અરજી કરી હતી. પરંતુ પોલીસ શોધી નહી શકતા પરિણીતા હાઈકોર્ટમાં પહોંચી હતી.

પોલીસે બંનેને શોધી કાઢ્યા

જે બાદ હાઈકોર્ટે કડક સૂચના આપતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જે બાદ પોલીસે પરીણિતાના પિતા અને સાસુને શોધી કાઢી કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારે પરિણીતાના પિતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમના પત્નીનું અવસાન થઈ ચૂક્યું છે અને દીકરીના લગ્ન થઈ ગયા છે. ત્યારે દીકરીના સસરાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાથી વેવાણ અવારનવાર સાથે રહેવા માટે દબાણ કરતા હતા. જોકે, દીકરીનું ઘર તૂટે નહીં તે માટે હું જતો નહોતો. દીકરી અને જમાઈના ફરવા ગયા બાદ તેમણે સાથે રહેવા માટે દબાણ કર્યું હતું. જેથી હું ત્યાં ગયો હતો. જોકે, બાદમાં હાઈકોર્ટે તેઓને સમજાવ્યા હતા અને આ મામલાને ઠાળે પાડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT