અમદાવાદ એરપોર્ટ પર હવેથી FasTag કાર પાર્કિંગ: કેવી રીતે કરશો વાહન પાર્ક? જાણો

Urvish Patel

ADVERTISEMENT

અમદાવાદ એરપોર્ટ પર હવેથી FasTag કાર પાર્કિંગ: કેવી રીતે કરશો વાહન પાર્ક? જાણો
અમદાવાદ એરપોર્ટ પર હવેથી FasTag કાર પાર્કિંગ: કેવી રીતે કરશો વાહન પાર્ક? જાણો
social share
google news

અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર રોજ બરોજ હજારોની સંખ્યામાં કાર આવે છે અને અહીં પાર્કિંગની સુવિધા પ્રમાણે પાર્કિંગ કરવામાં આવે છે. આપ તે બખુબી જાણતા હશો. જોકે હવે આ સિસ્ટમમાં થોડો ફેરફાર લાવવામાં આવ્યો છે. એરપોર્ટ પર એક વિશેષ વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે. પાર્કિંગ વ્યવસ્થામાં વધુ એક ફાસ્ટેગ કાર પાર્કિંગની સુવિધાને એડ કરવામાં આવી છે. મતલબ કે અગાઉની સુવિધાઓ સાથે વધુ એક સુવિધાનો ઉમેરો કરવામાં આવ્યો છે.

ફાસ્ટેગ કાર પાર્કિંગનો ફાયદો શું?
સર્વ પ્રથમ આપણે જાણી લઈએ કે આજથી જ અમદાવાદના એરપોર્ટ પર ફાસ્ટેગ કાર પાર્કિંગને લોન્ચ કરી દેવામાં આવ્યું છે અને આજથી જ તેનો અમલ પણ શરૂ થઈ ગયો છે. આપ જો પોતાના સ્વજનોને પીકઅપ કે ડ્રોપ કરવા અહીં જઈ રહ્યા છો તો આ અંગે જાણી લેવું જરૂરી છે. આ એક ઈલેક્ટ્રિકલ ટોલ કલેક્શન સિસ્ટમ છે. જેમાં ફાસ્ટેગમાંથી જવાનું છે. એરપોર્ટ પર વાહનોની અવરજવરને ઝડપી કરવા માટે આ સુવિધા ઊભી કરાઈ છે. હાલમાં આ સુવિધા સાથે એરપોર્ટના સત્તાધિશોનું માનવું છે કે, તેનાથી વાહનોની આવા-જાહી ઝડપી બનશે અને સમય તથા ઈંધણ બચશે. મહત્વની બાબત એ પણ છે કે ફાસ્ટેગ પાર્કિંગને કારણે રોકડ વ્યવહારોની જરૂરિયાતોને સંતોષી શકાશે. સરળ અને ઝડપી પાર્કિંગનો લોકોને એક ખાસ વિકલ્પ મળશે. કારણ કે મુસાફરોને અહીં રોકડ નહીં પણ ફાસ્ટેગથી પેમેન્ટ કરવામાં આવશે. હા, પણ તે પહેલા ફાસ્ટેગમાં પુરતું બેલેન્સ છે કે કેમ તે અવશ્ય ચકાસી લેજો.

બાગેશ્વર બાબાને ભેટ આપવા સુરતના ઉદ્યોગપતિએ તૈયાર કરાવી ચાંદીની ગદા, બનાવતા 15 દિવસ લાગ્યા

ફાસ્ટેગ લેનમાં જ પ્રવેશ અને એક્ઝિટ
ફાસ્ટેગ લેનમાં પ્રવેશેલા વાહને બહાર નીકળવા માટે પણ તે જ લેનનો ઉપયોગ કરવાનો રહેશે. વાહનો પાર્કિંગ ચાર્જ ચુકવ્યા પછી વધારાનો કોઈ ખર્ચ ચુકવવાનો થતો નથી. જો ફાસ્ટેગ કાર પાર્કિંગની સુવિધાનો ઉપયોગ કરવા માગતા હોવ, તો કારમાં ફાસ્ટેગ લગાવેલું અને તેમાં પર્યાપ્ત બેલેન્સ હોવું જરૂરી છે. બસ આનાથી છૂટ્ટાની માથાકૂટ રહેશે નહીં, કારની લાંબી લાઈનોમાં અટકવું પડશે નહીં અને અવરજવરને ઝડપી બનાવી શકાશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT