‘કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ’, કમોસમી વરસાદ અંગે કૃષિ મંત્રીનું નિવેદન
સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સુરત પહોંચ્યા હતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતોને લઈને નિવેદન આપ્યું હતું. રાઘવીજી પટેલે…
ADVERTISEMENT
સંજયસિંહ રાઠોડ/સુરત: ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલ સુરત પહોંચ્યા હતા અને કમોસમી વરસાદનો માર સહન કરી રહેલા ખેડૂતોને લઈને નિવેદન આપ્યું હતું. રાઘવીજી પટેલે કહ્યું હતું કે, પર્યાવરણમાં ફેરફારના કારણે ઋતુચક્રમાં બદલાવ જોવા મળી રહ્યો છે. કુદરતી પડકારોને પહોંચી વળવા ખેડૂતોએ સજજ રહેવું જોઈએ. રાજ્ય સરકાર આવી આફતો સમયે ઉદાર હાથે સહાય કરે છે.
ખેડૂતોને ક્યારે મળશે વળતર?
તેમણે વધુમાં કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં સરકારે ખેડૂતોને નુક્સાનીમાં 10 હજાર કરોડથી વધુ સહાય કરી છે. કમોસમી વરસાદથી નુકસાનનો સર્વે CMO સુધી પહોંચ્યો છે. 2 દિવસમાં મુખ્યમંત્રી કાર્યાલયથી સહાયની જાહેરાત થશે. સર્વેના આંકડાઓ અને કૃષિ વિભાગના પ્રપોઝલ અંગે નિર્ણય લેવાશે. સર્વેમાં ખેડૂતોને કેટલી સહાય મળશે એની જાહેરાત થશે. ખેડૂતોએ પાક પેટર્ન પણ એ પ્રમાણે કરવી જોઈએ.
કુદરતી આફતોમાં સહાયની પ્રક્રિયા લાંબી
કૃષિ મંત્રીએ કહ્યું, ઇઝરાયલમાં 4 ઇંચ વરસાદમાં તેઓ સારી ખેતી કરે છે. કુદરતી આફતોમાં સહાય આપવાની પ્રક્રિયા લાંબી હોય છે. અગાઉના કમોસમી વરસાદમાં સર્વે બાદ અલગ અલગ ખાતામાંથી ફાઈલ પસાર થાય છે. 13 જિલ્લાના 60 તાલુકામાં ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 33 ટકાથી વધુ નુકસાન થયું હોય એમને લાભ મળશે. 2-3 દિવસમાં મુખ્યમંત્રી કક્ષાએથી સહાયની જાહેરાત થશે.
ADVERTISEMENT
ADVERTISEMENT