ખેડૂત આગેવાનને થપ્પડ મારવા મામલે MLA કેશાજી ચૌહાણના રાજીનામાની માંગ, ન્યાય યાત્રા મહેસાણા પહોંચી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કામિની આચાર્યા/મહેસાણા: બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં એક સપ્તાહ પૂર્વે આયોજિત અટલ ભુજળ જનયોજના અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં ખેડૂતોના પ્રશ્નોની વાંચા આપનાર ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીને સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણના ટેકેદારે થપ્પડ મારવાના બહુચર્ચિત પ્રકરણ બાદ ન્યાયની માંગણી સાથે અમરાભાઈ ચૌધરીએ ખેડૂતો સાથે મળીને યોજેલી ન્યાયયાત્રા સોમવારે મહેસાણા આવી પહોંચી હતી.

સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણની હાજરીમાં જ ખેડૂત આગેવાન ઉપર તેમના નિર્દેશ હેઠળ જ હુમલો કરાયો હોવાનું માનતા ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરી અને ખેડૂતોએ જણાવ્યું હતું કે, ઘટના બાદ આ સંદર્ભે જ્યારે ધારાસભ્ય કેશાજી સમક્ષ રજુઆત કરી ત્યારે તેમને તમારાથી થાય તે કરી લો તેમ કહીને હડધૂત કરતા આખરે ન્યાયની લડત માટે ન્યાયયાત્રા કાઢવા ફરજ પડી છે.

ADVERTISEMENT

ખેડૂત આગેવાનને મારેલી થપ્પડ સીએમ કાર્યાલય સુધી પહોંચવા જઈ રહી છે. ત્યારે ખેડૂત આગેવાનોએ સરકારને સદબુદ્ધિ મળે તે માટે મહેસાણા હાઈવે સ્થિત ફતેપુરા ચોકડી નજીક યજ્ઞ કર્યો હતો. ખેડૂતોના કહેવા મુજબ ભાજપના જ ધારાસભ્યના ટેકેદારે મારેલી થપ્પડથી અમરાભાઈ ચૌધરીનું અપમાન નથી થયુ પરંતુ ઉત્તર ગુજરાત સહિત ગુજરાત ભરના ખેડૂતોનું અપમાન થયુ છે. જે અમે ક્યારે પણ સાખી નહિ લઈએ. ન્યાય માટેની લડત તમામ ખેડૂતોની ચાલુ જ રહેશે.

ખેડૂત આગેવાન અમરાભાઈને બે લાફા જીકી દેનાર અમરજી ઠાકોર સામે પોલીસ કાર્યવાહી સહિતના પગલા લેવાયા છે ત્યારે ભોગ બનનાર અમરાભાઈ અને ખેડૂતોની એક જ માંગ છે કે, સ્થાનિક ધારાસભ્ય કેશાજી ચૌહાણનું સરકાર રાજીનામુ માંગે કે પછી તેમને સસ્પેન્ડ કરે. ખેડૂતોના મત મુજબ સરકાર આ મુદ્દે પગલા નહિ ભરે તો ખેડૂતો પોતાનો આક્રમક મૂડ બતાવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT