‘સાહેબના સન્માન ખાતર આંદોલન સમેટ્યું’- ખેડૂતોની ભૂપેન્દ્ર પટેલ સાથે બેઠક પછી જાહેરાત- Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણાઃ ગુજરાતમાં ભારે ઉહાપોહ સાથે આજે સરકારની એક આંદોલનથી ઉંઘ ઉડી જવાની હતી જોકે સરકારે તેનો એક રસ્તો કાઢ્યો અને તે રસ્તે ખેડૂતોનું આંદોલન સમેટાઈ ગયાની જાણકારી મળી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં ગાંધીનગર પહોંચવાના હતા પરંતુ ત્યાં ગાંધીનગર ખાતે પહોંચે તે પહેલા તેમની રેલીને મહેસાણામાં અટકાવી દેવાઈ હતી. આ સાથે ખેડૂત અગ્રણીઓને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરવા લઈ જવાયા હતા. આ બેઠક પછી ખેડૂત આંદોલન ભાગી પડ્યું અને આંદોલન સમેટવાની જાહેરાત કરી દેવાઈ છે.

અમદાવાદમાં ઓપન ફાયરિંગ કરનાર શખ્સ કોણ? પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા

સાહેબના સન્માન ખાતર આંદોલન સમેટીએ છીએઃ અમરાભાઈ

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને 15 ખેડૂતો સાથે અને અન્ય અધિકારીઓ મળીને આ અંગે બેઠક કરવામાં આવી હતી. ન્યાય માગાવા આવેલા ખેડૂતોનું આંદોલન મુખ્ય વાત પર એ હતી કે તેમને લાફા મારવા મામલે ન્યાય મળે અને ધારાસભ્ય કેશાજીનું રાજીનામુ લેવામાં આવે. જોકે હાલ પોલીસની કાર્યવાહી અને મુખ્યમંત્રી સાથેની બેઠકની સમજાવટમાં જ આંદોલન સમેટાયું હોવાનું સામે આવું છે. તેમણે મામલાની તપાસ થશે તે વાતની સાંત્વના મળતા આંદોલન સમેટી લીધુ છે. આ તરફ ધારાસભ્યના રાજીનામાની માગણીને પડતી મુકી છે કે કેમ તેને લઈને ચર્ચાઓ જાગી હતી પરંતુ હાલ અમરાભાઈનું કહેવું છે કે અમે સાહેબના સન્માન ખાતર હાલ આંદોલન સમેટીએ છીએ. તેમણે કાર્યવાહીની ખાતરી આપી છે. જો આ અંગે યોગ્ય કાર્યવાહી થતી નથી તો પછી અમે આ જ મુદ્દા પર ફરી આંદોલન કરીશું.

ખેડૂત અગ્રણીઓએ આ અંગે જાહેરત કરી છે કે, તેઓ આંદોલન સમેટી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ જ ખેડૂતો દ્વારા અગાઉ માગણીઓ કરવામાં આવી હતી કે ધારાસભ્યના ઈશારે ખેડૂત પર રજૂઆત કરવાને મામલે માર મારવામાં આવ્યો હતો. જોકે હવે તેમણે કાર્યવાહી થશે તેને લઈને મુખ્યમંત્રી સાથે રજૂઆત પછી આંદોલન સમેટ્યુ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT