Farmer’s News: એવું શું થયું કે ગુજરાતમાં ખેડૂતોએ લાઈનમાં ઊભા રહેવાની જફામાં ‘વિકાસ’ શોધી કાઢ્યો-Video

ADVERTISEMENT

gujarattak
social share
google news

Farmer’s News: વિકાસશીલ ગુજરાતમાં યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો ને તકલીફ વેઠવી પડી રહી છે તેની એક તસ્વીર કચ્છમાંથી સામે આવી છે, રાપર અને તાલુકાના ખેડૂતોના ખરીદ વેચાણ સંઘ તેમજ અન્ય ખાતર વિતરણ સ્થળે આજે ખાતર મેળવવા પહોંચ્યા છે. જ્યાં થોડા દિવસના અંતરાલ બાદ એક સાથે શરૂ થયેલા ખાતર વિતરણ પ્રક્રિયાને લઇ મોટી સંખ્યામાં ખેડૂતો ખાતર મેળવવા ઉમટી પડ્યા છે.

ખેડૂતોએ અજમાવ્યો કીમિયો

જોકે ખાતર વિતરણ પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવા સંચાલકો અને ખેડૂતોએ આવકારદાયક કીમિયો અપનાવ્યો છે અને ધોમ તાપમાં દરેક ખેડૂતે ખાતર ખરીદવા પોતાનો ક્રમ કતારમાં પગરખાં ગોઠવીને નક્કી કર્યો છે. હાલ રાપર તાલુકાના ત્રણ સ્થળે આ પ્રકારે ખાતરનું વિતરણ ચાલી રહ્યું છે. જોકે સરકારના એગ્રો વિભાગ તરફથી ખાતર પુરવઠો વ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે રવાનગી વિતરણ પ્રક્રિયા ઝડપી બને તો ખેડૂતોને ખાતર મેળવવા સરળતા રહે તેવો મત ખેડૂતોમાં પ્રવર્તી રહ્યો છે.

Dinesh Dasa News: સરકારના માનીતા અધિકારી દિનેશ દાસાને મળ્યું એક્સટેન્શનઃ…

દેશનો અન્નદાતા આમે અનેક કુદરતી મુશ્કેલી વેઠી રહ્યો છે ત્યારે ખાતર માટેની જદોજેહ ખેડૂતોને વધુ પરેશાન કરી રહી છે. રાપર તાલુકા સંઘ ખાતે હાજર ખેડૂતોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, ખાતર પૂરી પાડતી સરકારી કંપનીઓ જો નિયમિત રીતે પુરવઠો વિતરણ કરતી રહે તો લાંબો સમય કતારમાં ઊભા રહેવાથી બચી શકાય એમ છે. આ માટે સરકારી નિયમ મુજબ ઓનલાઇન ખાતર બુકિંગ પ્રક્રિયામાં થતા વિલંબને લઇ આ પરિસ્થિત નિર્માણ થતી હોય છે, તેથી આ માટેની ઓનલાઇન બુકિંગ પ્રક્રિયા ઝડપી બને તે જરૂરી છે.

ADVERTISEMENT

કોંગ્રેસે કરી ખેડૂતોની વાત

આ મામલે કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયા દ્વારા આ ઘટનાનો વીડિયો શેર કરીને કહ્યું કે ભાજપનું વિકાસ મોડલ લાઈનામં છે. આ વીડિયો કચ્છ જિલ્લાનો છે પણ આવા દ્રશ્ય ગુજરાતના મોટાભાગે દરેક જિલ્લામાં જોવા મળે છે. યૂરિયા ખાતર ખરીદવા માટે ખેડૂતોને કલાકો લાઈનમાં ઊભા રહેવું પડે છે, છતા ખાતર મળશે તેની કોઈ ગેરંટી નથી. સરકારી સમિતિઓમાં ખાતર નહીં આવવા અને કાળાબજારીને કારણે સમસ્યા ઊભી થઈ રહી છે. પણ ભાજપ સરકાર ખેડૂતોની સમસ્યાઓને લઈને ગંભીર નથી.

ADVERTISEMENT

(કૌશિક કાંટેચા, કચ્છ)

    follow whatsapp

    ADVERTISEMENT