આનંદો… ખેડૂતોને વીજ લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મળી મુક્તિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર: એક તરફ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની હાલત સતત બગડી રહી છે. ખેડૂતોના મોઢામાં આવેલ કોળિયો છીનવાઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતો ને વધારાના વીજ લોડ પર દંડમાંથી મુક્તિ આપવાનું સરકારે જાહેર કર્યું છે. જેથી ખેતી માટે વીજ કનેક્શન ધરાવતા ખેડૂતોને હવે વધારાના વિજ લોડ પર દંડ ભરવામાંથી મુક્તિ મળશે.

રાજ્ય સરકારે કૃષિ વીજ જોડાણો બાદ ફિક્સ કનેક્શન ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. ખેડૂતોની લોડ વધારાની અરજી બાદ વસૂલાતી ફિક્સ ચાર્જની રકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ સ્વૈચ્છિક જાહેરાત યોજનાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે. સરકારે કહ્યું છે કે લોડ વધારાની અરજી બાદ માત્ર ડિપોઝીટ ચુકવવાની રહેશે. ખેતીના વીજ કનેક્શનો ધરાવનારને આ નિર્ણયથી સારો લાભ મળશે. નિયમ પ્રમાણે સ્થળ પર પૈસા ભરી લોડ વધારી આપવામાં આવશે.

ખેડૂતોને મોટી રાહત
રાજ્યના ખેડૂતો માટે રાહતકારી નિર્ણય લેતા જગતના તાતમાં ખુશીની લાગણી છવાઈ છે.  ખેડૂતોને સ્થળ પર પૈસા ભરી લોડ વધારી અપાશે. અને લોડ વધારવા બાબતનો ચાર્જ વીજ કંપની ભોગવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT