જામનગરના SPના નામથી બન્યું સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ, લોકો પાસે કરાઈ પૈસાની માગણી

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ભેજાબાજો આ માટે હવે IPS અધિકારીઓના નામનો પણ ઉપયોગ કરી રહ્યા છે. જામનગરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલૂના નામથી ફેસબુક પર નકલી એકાઉન્ટ બનાવીને પૈસાની માગણી કરાતી હોવાની વિગતો સામે આવી છે. આ મામલો સામે આવતા ખુદ IPS અધિકારીએ પોસ્ટ કરીને લોકોને સાવધાન કર્યા છે.

ફેક એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરાઈ

વિગતો મુજબ, જામનગર જિલ્લાના પોલીસ વડા અને IPS અધિકારી પ્રેમ સુખ ડેલુના નામથી સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. ફેસબુક પર બનાવાયેલા આ ફેક એકાઉન્ટના માધ્યમથી લોકો પાસે પૈસાની માગણી કરવામાં આવી રહી છે. આ બાબત સામે આવતા ખુજ જિલ્લા પોલીસ વડાએ લોકોને ફેક એકાઉન્ટથી આવતા મેસેજનો રિપ્લાય ન આપવા અને પૈસા ન આપવા જણાવ્યું છે. જામનગર સાયબર ક્રાઈમ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો

ADVERTISEMENT

નોંધનીય છે કે, આ પહેલા IPS હસમુખ પટેલ નામથી પણ નકલી ફેક એકાઉન્ટ બન્યું હતું. જે બાદ હસમુખ પટેલે ખુદ આ અંગે માહિતી આપી હતી અને FBમાં એકાઉન્ટ બનાવનાર સામે ગુનો નોંધાયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT