નકલી ભરતી કૌભાંડ મામલે યુવરાજસિંહ જાડેજાનો ધડાકો, રેલવે સહિતની સરકારી ભરતીમાં ગેરરીતિ થયાના પુરાવા આપ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

Fake Recruitment : સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક વખત છબરડાઓ સામે લાવનાર યુવા નેતા અને સામાજિક કાર્યકર્તા યુવરાજસિંહ જાડેજા આજે ફરી એકવખત ધડાકો કર્યો છે. આજે તેમણે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કેટલાક ખુલાસા કર્યા છે. તેમણે દિયોદરના કેતન કુમાર શાહ અને રણજીત ઓડના નામનો ખુલાસો કરીને કેટલીક માહિતી આપી હતી. કેતન અને રણજીત દ્વારા સરકારી ભરતીઓમાં લોકોને ખોટી રીતે લગાડવાનું કામ કરતા હોવાનો ખુલાસો કર્યો છે.આ વખતે તેમણે જાહેર કર્યું કે, રાજ્ય સરકારની ભરતીઓની સાથે કેન્દ્રની ભરતીઓમાં ગોટાળા થયાનો આક્ષેપો કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકાર તો ઠીક કેન્દ્ર સરકારની ભરતીમાં પણ કૌભાંડ : યુવરાજસિંહ

યુવરાજે કેતન અને રણજીતના નામનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ બે લોકોની સામે ભરતીમાં છેતરપિંડી કરવાનો આક્ષેપ મૂકીને જણાવ્યું કે, તેમના દ્વારા સરકારી પરીક્ષામાં સીધું સેટિંગ કરાવી આપવું, નિમણૂક પત્રો આપવા, ગુજરાતની સરકારી પરીક્ષામાં ડમી ઉમેદવારો બેસાડવાનું પણ ષડ્યંત્ર કરવામાં આવ્યું છે. આગળ તેમણે જણાવ્યું કે, માત્ર ગુજરાતની જ ભરતીઓમાં નહીં પરંતુ કેન્દ્ર સરકારની રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડની ભરતીમાં પણ કૌભાંડ કરીને ઉમેદવારોને લગાડવાનું કાર્ય તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વાતના તમામ આધાર પુરાવા તેમની પાસે હોવાને તેમણે દાવો કર્યો હતો.

પોલીસ ભરતીની પણ ખોલી પોલ

આગળ તેમણે પોલીસ ભરતીના કૌભાંડ વિશે પણ વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે, કેતન શાહ અને રણજીત ઓડના દાવા પ્રમાણે 2021માં લેવાયેલી PSI, ASIની ભરતીમાં.. ASI તરીકે હાલમાં જે ટ્રેનિંગ કરી રહ્યા છે તેમાં એક મહિલા ઉમેદવારને લગાડેલા છે એવો એમનો દાવો છે, વોટ્સએપ ચેટમાં તેમણે કબૂલ્યું પણ છે કે આ વ્યક્તિને અમે લગાડ્યા છે. તેમનો દાવો છે કે ગુજરાત પોલીસમાં જે ભરતીઓ થઈ તેમાં પણ તેમણે સેટિંગ પાડ્યા છે. યુવરાજે કહ્યું કે આ દાવો કેટલો સાચો કે ખોટો તેમાં અમે પડતા નથી, કેમકે આ તપાસનો વિષય છે, જે અંગે સરકારને પણ રજૂઆત કરી દીધી હોવાનું યુવરાજે જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT