અંબાજીમાં અમદાવાદથી ગયું હતું નકલી ઘી, નકલી ઘીનો વેપારી થયો ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news

પાલનપુર : અંબાજી મંદિરના પ્રસાદમાં ડુપ્લીકેટ ઘી સપ્લાય કરનારા અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને દાંતા કોર્ટ તરફથી જામીન મળ્યા છે. તપાસમાં બહાર આવ્યું કે, જતીન શાહે આ ઘીના ડબ્બાઓ દુષ્યંત સોની પાસેથી ખરીદ્યા હતા અને દુષ્યંત સોનીએ આ ઘી પાલડીમાંથી ખરીદ્યું હતું ત્યારે ડુપ્લીકેટ ઘી બનાવાનો અસલી ખેલાડી કોણ છે તે મુદ્દે રહસ્ય ઘેરાયું છે.પોલીસની અમદાવાદમાં તપાસ તેજ થઈ છે.

તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ થઇ શકે છે

અંબાજી મંદિરમાં મોહનથાળના પ્રસાદના ડુપ્લીકેટ ઘીના મામલામાં 5/10/2023 ના રોજ આબુરોડ ખાતેથી નીલકંઠ ટ્રેડર્સના માલિકની અંબાજી પોલીસે ધરપકડ કરી હતી અને ગુરૂવારે સાંજે દાંતા કોર્ટમાં રજુ કરાતા આરોપી જતીન શાહને 1 દિવસના રિમાન્ડ આપ્યા હતા. અંબાજી પોલીસ દ્વારા વધુ તપાસ કરતા આરોપીએ પોલીસ સમક્ષ આ ઘી ક્યાંથી આવ્યું તેની માહીતી આપી હતી. શુક્રવારે સવારે અંબાજી પોલિસ આરોપી જતીન શાહને લઇને અમદાવાદ ખાતે પહોંચી હતી અને કેટલાક સ્થળો પર તપાસ કરી રહી હતી.

અંબાજી પોલીસ તપાસ કરવા માટે અમદાવાદ પહોંચી

શુક્રવારે અંબાજી પોલીસ આરોપી જતીન શાહ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફીસ પર તપાસ અર્થે લઈ ગઈ ગયા હતા.દુષ્યંત સોની હજું પોલીસની પકડથી દુર છે અને તે પકડાયા બાદ આ નકલી ઘી વિશે વધુ ચોંકાવનારી માહિતી બહાર આવી શકે છે.

ADVERTISEMENT

અમૂલનું નકલી ઘી કોણ બનાવતું હતું

અમૂલના નામે નકલી બનાવાના કૌભાંડનો માસ્ટર માઇન્ડ કોણ છે તે હવે સૌથી મોટો મામલો બની ચુક્યો છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. હજુ સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવાની કામગીરી શરૂ કરી નથી અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા હાલમાં મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે.

જતીન શાહે દુષ્યંત સોની પાસેથી ખરીદ્યુ ઘી

શુક્રવારે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે ફરીથી ઘી ના નમુના લીધા હતા, ત્યારબાદ જતીન શાહને ફરીથી શુક્રવારે સાંજે દાંતા લઇ જવાયો હતો અને પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જતીન શાહને 10 હજારના બોન્ડ પર જામીન આપ્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે, જતીન શાહે આ ઘી દુષ્યંત સોની પાસેથી ખરીદ્યું હતું અને દુષ્યંતે આ ઘી પાલડીમાંથી ખરીદ્યું હતું ત્યારે પોલીસની તપાસ હવે એ તરફ ફંટાઇ છે કે દુષ્યંત સોની કોણ છે અને તેણે પાલડીમાંથી કોની પાસેથી આ ઘી ખરીદ્યું હતું. દુષ્યંત પકડાય તો ચોંકાવનારા ખુલાસા થઇ શકે તેમ છે.

ADVERTISEMENT

(વિથ ઇનપુટ શકિતસિંહ રાજપુત)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT