Gandhinagar News: ગાંધીનગરથી ઝડપાયો નકલી FCIનો ડાયરેક્ટર, અધિકારીઓને આમંત્રણ આપવા જતાં ફૂટ્યો ભાંડો
Gandhinagar IPS Officer News: સુરતમાંથી નકલી IPS ઓફિસર ઝડપાયા બાદ હવે ગાંધીનગરમાંથી નકલી FCIનો ડાયરેક્ટર ઝડપાયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે વિઝિટિંગ કાર્ડ…
ADVERTISEMENT
Gandhinagar IPS Officer News: સુરતમાંથી નકલી IPS ઓફિસર ઝડપાયા બાદ હવે ગાંધીનગરમાંથી નકલી FCIનો ડાયરેક્ટર ઝડપાયો છે. ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેન તરીકે વિઝિટિંગ કાર્ડ છપાવીને સરકારી કચેરીઓમાં ફરતા ઠગને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. હાલ તેની સામે ગુનો દાખલ કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ ભવનમાં આમંત્રણ આપવા પહોંચ્યો મળતી માહિતી અનુસાર, ગત 14.
પોલીસ ભવનમાં આમંત્રણ આપવા પહોંચ્યો
મળતી માહિતી અનુસાર, ગત 14 ઓક્ટોબરના રોજ ગાંધીનગર પોલીસ ભવન ખાતે જમાદાર પુણ્યદેવ રાય નામના શખ્સે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ચેરમેનનું કાર્ડ બતાવીને પ્રવેશ મેળવ્યો હતો. જે બાદ તેણે પોતાના વિઝિટિંગ કાર્ડ મોકલીને ગાંધીધામ ખાતે નવરાત્રી મહોત્સવના કાર્યક્રમમાં આવવા માટે IPS અધિકારીઓને આમંત્રણ આપ્યું હતું. આ દરમિયાન તેના પર કેટલાક અધિકારીઓને શંકા ગઈ હતી. જેથી તેઓએ સેક્ટર 21 પોલીસને જાણ કરી હતી.
પોલીસની પૂછપરછમાં થયો ખુલાસો
જે બાદ આ અંગે PI રાકેશ ડામોરે જમાદાર પુણ્યદેવ રાયને પૂછપરછ માટે બોલાવ્યો હતો, જે બાદ તેની કડક પૂછપરછ કરવામાં આવતા તે મૂળ બિહાર અને હાલ કચ્છના આદુપુર ખાતે રહેતો હોવાનું સામે આવ્યું હતું. સાથે જ તેણે પોલીસને પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સેક્રેટરી ન હોવાનું અને પોતે લેબર કોન્ટ્રાક્ટનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું.
ADVERTISEMENT
વધુ પૂછપરછ હાથ ધરી
જેથી પોલીસ દ્વારા હાલ તેની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા તેણે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સેક્રેટરી તરીકેની ઓળખ આપી કોઈની સાથે છેતરપિંડી આચરી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે.
સુરતમાંથી ઝડપાયો નકલી IPS
આપને જણાવી દઈએ કે, સુરતમાંથી પણ નકલી IPS ઓફિસર ઝડપાયો છે. બોગસ IPS અધિકારીએ અત્યાર સુધીમાં સંખ્યાબંધ લોકો પાસેથી મોટો તોડ કર્યો હોવાનું સામે આવ્યું છે. તો આ ઠગ છેલ્લા 6 મહિનાથી વાહનચાલકોને મેમો આપી દંડના પૈસા ઘરભેગા કરવાનું કૌભાંડ ચલાવતો હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો પોલીસે તેની ધરપકડ કરીને સઘન પૂછપરછ હાથ ધરી છે.
ADVERTISEMENT
(ઈનપુટઃ દુર્ગેશ મહેતા)
ADVERTISEMENT
ADVERTISEMENT