Fact Check: ‘રૂપિયા 1000 ધરાવો, આધાર સાથે PAN લિંક કરાવો’, હેમંત ચૌહાણના અવાજમાં Viral ઓડિયોની હકીકત શું છે?
અમદાવાદ: ભારત સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડ ફરજિયાત લિંક કરવાના નિર્ણયની જાહેરાત ઘણા સમય પહેલા કરી હતી. જોકે હજુ સુધી ઘણા લોકોએ તેને લિંક કરાવ્યું નથી.…
ADVERTISEMENT
અમદાવાદ: ભારત સરકારે પાનકાર્ડ અને આધારકાર્ડ ફરજિયાત લિંક કરવાના નિર્ણયની જાહેરાત ઘણા સમય પહેલા કરી હતી. જોકે હજુ સુધી ઘણા લોકોએ તેને લિંક કરાવ્યું નથી. એવામાં સરકાર દ્વારા હવે રૂ.1000નો દંડ વસૂલવામાં આવી રહ્યો છે. ત્યારે હવે સોશિયલ મીડિયામાં ગુજરાતી લોકકલાકાર હેમંત ચૌહાણના અવાજમાં એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં આધાર-PAN લિંક કરવા માટે લેવાતા રૂ.1000ના દંડ પર કટાક્ષ કરવામાં આવી રહ્યો છે. સાથે એવો દાવો કરાઈ રહ્યો છે કે આ ગીત હેમંત ચૌહાણે ગાયું છે.
શું છે સત્ય?
આ વાઈરલ ઓડિયોનું સત્ય જાણવા માટે ગુજરાત Takની ટીમ દ્વારા હેમંત ચૌહાણનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે વાઈરલ ઓડિયો તેમનો ન હોવાનું જણાવ્યું હતું અને તેમની સાથે મળતા અવાજમાં કોઈએ ગાયું હોવાનું જણાવ્યું હતું.
વાઈરલ ઓડિયોમાં શું છે?
સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા ઓડિયોમાં કોઈ વ્યક્તિ PAN કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવવાના નિર્ણય પર ભજન ગાઈ રહ્યું છે. જેમાં સંભળાઈ રહ્યું છે કે, ‘આ આધાર કાર્ડ સાથે PAN કાર્ડ લિંક કરાવો, રૂપિયા 1000 ધરાવો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવો.’
ADVERTISEMENT
ગીત ગાનારી વ્યક્તિ કોણ છે?
ગુજરાત તકની ટીમને આ સાથે એક વીડિયો મળ્યો છે. જેમાં PAN કાર્ડ-આધાર કાર્ડ લિંક કરવા પર ગીત અશોક સોલંકી નામની વ્યક્તિએ ગાયું હોવાનું કહેતા જણાય છે. અશોક સોલંકી કહે છે કે, આ ગીત માત્ર મનોરંજન માટે બનાવાયું છે અને તે હંમેત ચૌહાણે ગાયું નથી તેમના નામ સાથે જોડીને આ ઓડિયોને વાઈરલ ન કરવો. મેં આ ઓડિયો મારા એક મિત્રને મોકલ્યો હતો, જેણે ભૂલથી કોઈ ગ્રુપમાં નાખી દેતા તેને હેમંત ચૌહાણના નામ સાથે જોડીને વાઈરલ કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT