વિદેશ મંત્રી એસ જયશંકરે વિજય મુહૂર્તમાં રાજ્યસભાની ચૂંટણી માટે નોંધાવી ઉમેદવારી, મુખ્યમંત્રી અને પાટીલ સહિતના નેતાઓ રહ્યા હાજર
ગાંધીનગર: ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી ચોજાવાની છે. ત્રણ બેઠક માટેની ચૂંટણીમાં આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ…
ADVERTISEMENT
ગાંધીનગર: ગુજરાતમાં 24 જુલાઈએ રાજ્યસભાની ચૂંટણી ચોજાવાની છે. ત્રણ બેઠક માટેની ચૂંટણીમાં આજે સોમવારે એક બેઠક પર ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના ઉમેદવાર તરીકે વિદેશ મંત્રી એસ.જય શંકર ગુજરાત વિધાનસભા ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમણે 12-39એ વિજયમૂહુર્તમાં ફોર્મ ભર્યું હતું.
કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની ચૂંટણીનો કાર્યક્રમ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે.રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની છે. જેમાંથી ત્રણ બેઠકો માટે ગુજરાતમાં ચૂંટણી યોજાશે. રાજ્યસભાની ચૂંટણી માટે 13 જુલાઇએ ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 24 જુલાઈ ચૂંટણી પૂર્ણ થયા બાદ સાંજે પાંચ વાગ્યે મતગણતરી હાથ ધરવામાં આવશે. ત્યારે આગામી ત્રણ દિવસમાં બીજા બે નામોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે
જાણો ક્યારે છે ચુંટણી
કેંદ્રીય ચૂંટણીપંચે રાજ્યસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. ગોવાની 1, ગુજરાતની 3 અને પશ્ચિમ બંગાળની 6 બેઠકો માટે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યસભાની ચૂંટણી માટે 6 જુલાઈએ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 14 જુલાઈએ ઉમેદવાર પત્રની ચકાસણી કરવામાં આવશે. 17 જુલાઈએ ઉમદવારી પત્ર ખેચવાની છેલ્લી તારીખ હશે. 24 જુલાઈએ સવારે 9 થી 4 મતદાન થશે અને સાંજે 5 વાગ્યે મતગણતરી કરવામાં આવશે.
ADVERTISEMENT
આ ત્રણ નેતાનો કાર્યકાળ થઈ રહ્યો છે પૂર્ણ
ગુજરાતમાં રાજ્ય સભામાં દિનેશ અનાવડિયા, જુગલજી ઠાકોર અને વિદેશમંત્રી એસ.જયશંકરની 18 ઓગસ્ટે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે વિદેશમંત્રી એસ.જયશંકરે આજે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે. ત્યારે હવે ભાજપ વધુ કયા બે ઉમેદવારને મેદાને ઉતારશે. ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ એક પણ ઉમેદવાર મેદાને નહીં ઉતારે. કોંગ્રેસ પાસે વિધાનસભામાં ફક્ત 17 ધારાસભ્યો છે. ત્યારે કોંગ્રેસ એક પણ ઉમેદવારને મેદાને નહીં ઉતારે.
ત્રણેય બેઠકો રહેશે ભાજપ પાસે
ગુજરાતમાં રાજ્યસભાની 11 બેઠકો આવેલી છે. જેમાંથી ભાજપ પાસે 8 બેઠકો છે. જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. આ દરમિયાન હવે ભાજપના ડો. એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. જોકે આ ત્રણેય બેઠકો પર ભાજપના જ ઉમેદવારો જીતશે. ભાજપ પાસે વિધાનસભામાં સંખ્યાબળ વધુ છે. જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ ન હોવાથી ભાજપનો કબજો યથાવત રહેશે.
ADVERTISEMENT
આવનાર સમયમાં કોંગ્રેસ પાસે એક પણ બેઠક નહીં રહે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની અસર રાજ્યસભામાં પણ પડશે. ગુજરાત રાજ્યની રાજ્યસભાની 11 બેઠકો માંથી ત્રણ બેઠકો કોંગ્રેસ પાસે છે. શક્તિસિંહ ગોહિલ 2020માં ચૂંટાઇ આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2026માં પૂર્ણ થાય છે. ત્યારે પૂરતું સંખ્યાબળ ન હોવાના કારણે તે પણ રિપીટ થઈ શકશે નહીં. ત્યારે અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ તરફથી રાજ્યસભાના ઉમેદવાર છે. જે એપ્રિલ 2018માં ચૂંટાઈ આવ્યા હતા. જેમનો કાર્યકાળ આવતા વર્ષે 2024માં પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે આવતા વર્ષે પણ ભાજપના ઉમેદવાર જ ચૂંટણી જીતશે. આમ 2026 સુધીમાં ભાજપ પાસે રાજ્યસભાની તમામ બેઠકો હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT