મહાઠગ કિરણ પટેલની પત્નીનો ઘટસ્ફોટ, PMO ના અનેક મોટા માથા કિરણના સંપર્કમાં બધુ જ પોઝિટિવ થશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પોલીસને ઉલ્લુ બનાવનારો નકલી અધિકારી કિરણ પટેલ અમદાવાદનો રહેવાસી છે. કિરણ પટેલે PMO નો અધિકારી હોવાનું કહી Z+ સિક્યોરિટી, બુલેટપ્રુફ એસયુવી ગાડીની સુવિધા પણ મેળવી હતી. અમદાવાદ ખાતે રહેતી કિરણ પટેલની પત્ની માલિની પટેલે મીડિયા સાથે ચર્ચામાં જણઆવ્યું કે, કિરણને ફસાવવામાં આવી રહ્યો છે. તેમની કોઇ બદનામી કરવા માટે આવું કરી રહ્યા છે, કોઇ તેને ટાર્ગેટ કરી રહ્યું છે. તેની પ્રસિદ્ધિ નહી ગમતી હોવાના કારણે તેને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે.

જમ્મુ કાશ્મીરમાં PMO ના અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઇ કરી
જમ્મુ કાશ્મીરમાં PMO ના અધિકારી તરીકે ઓળખ આપીને હાઇ સિક્યુરિટી વચ્ચે ફરતા ગુજરાતીની પોલીસે ધરપકડ કરી છે. કિરણ પટેલ ઇસનપુર અને એસજી હાઇવે વિસ્તારમાં મકાન ધરાવે છે. કિરણ પટેલનો પરિવાર હાલ ઇસનપુર ખાતેના મકાનમાં રહે છે. કિરણ પટેલ અવાર નવાર કાશ્મીર આવતો જતો રહે છે. તે પોતાની પત્ની સાથે કાશ્મીર ગયો હતો. માલિનીએ દાવો કર્યો કે, કિરણ સાથે ખોટુ થઇ રહ્યું છે. તેને ફસાવાઇ રહ્યો છે. તે કોઇનું ખોટુ કર્યું નથી. જમ્મુ કાશ્મીર પોલીસ પણ કિરણ માટે પોઝિટિવ છે. કંઇ પણ હતું નહી માટે કિરણને ફસાવવામાં આવ્યો છે. કિરણ તો સારા ડેવલોપમેન્ટ માટે કાશ્મીર ગયો હતો. જો કે કોઇએ તેને ફસાવી દીધો છે. કાશ્મીરમાં લાંબા સમયથી કામ ચાલુ છે જેથી તે આવતા જતા રહે છે.

નામ નહી આપુ પરંતુ PMO ના અનેક મોટા માથા સાથે રોજિંદો સંપર્ક
કોર્ટમાં પણ પોઝિટિવ રિસ્પોન્સ છે. મોટા ભાગની તપાસ પુર્ણ થઇ ચુકી છે. કોઇ પણ વસ્તુ નેગેટિવ નથી કારણ કે અમે કોઇનું નેગેટિવ કર્યું નથી. રૂપિયો પણ કોઇ પાસેથી લીધો નથી. કોર્ટ જ નક્કી કરશે કે કિરણ કોઇ રીતે દોષીત છે કે નહી. હું ડોક્ટર છું અને કિરણ કોમ્પ્યુટર એન્જિનિયર છે. અમે વેલ સેટલ છીએ તો આવું કઇ રીતે કરી શકીએ? જો કે PMO અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, પીએમઓમાં બધા કિરણને ઓળખે છે. સારા માણસો સાથે તેના સંપર્કો છે. કોઇનું નામ આપવા નથી માંગતી પરંતુ પીએમઓના અનેક મોટા માથાઓને કિરણ સાથે સારા સંબંધ છે. જો કે કોણ કિરણ પાછળ પડ્યું છે તેની મને ખબર નથી. આ ઉપરાંત કિરણ પર જે જુના કેસ હતા તે ક્યારના પુરા થઇ ચુક્યા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT