અમદાવાદમાં પ્રદુષણની સ્ફોટક સ્થિતિ, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ દિવાળીની મોજમાં

ADVERTISEMENT

Ahmedabad Air Quality Index
Ahmedabad Air Quality Index
social share
google news

Ahmedabad Air Pollution : અમદાવાદ પણ પ્રદૂષણ બાબતે દિલ્હી સાથે ખભેખભો મિલાવવા તૈયાર હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. હાલમાં દિલ્હીમાં હવાની સ્થિતિ એટલી ખરાબ છે કે તે મનુષ્ય માટે રહેવા લાયક નથી. હાલમાં દિલ્હીમાં સ્થિતિ ખુબ જ વિકટ બની રહી છે. એર પોલ્યુશનમાં અમદાવાદમાં સ્થિતિ પણ ખરાબ થઇ છે. જેના પગલે કોર્પોરેશન સતર્ક થાય તે જરૂરી છે. હાલમાં જ થયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યો છે.

અમદાવાદ પ્રદુષણ બાબતે દેશના 15 માં નંબર પર

અમદાવાદનો પ્રદુષણ બાબતે સમગ્ર દેશમાં 15 મો ક્રમાંક છે. અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્સ AQI 160 છે. સ્ટેડિયમ, પીરાણા, રાયખડ વિસ્તારની એર ક્વોલિટી 100 થી ઉપર છે. કોર્પોરેશનના અનુસાર મણિપુર, એરપોર્ટ, પીરાણા સૌથી વધારે પ્રદૂષીત વિસ્તાર પૈકીના એક છે. શહેરમાં સતત થતા બાંધકામ આની પાછળનું સૌથી મોટું કારણ છે. શહેરમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એકમો પર GPCB દ્વારા કાર્યવાહી કરાઇ રહી છે. દિવાળી બાદ આ આંકડો વધારે ભયાનક થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

એર ક્વોલિટી ઇન્ડેક્સ બાબતે અમદાવાદની અત્યંત ખરાબ સ્થિતિ

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદૂષણને એર ક્વોલિટી ઇન્ડેક્સન દ્વારા માપવામાં આવે છે. 200 થી 300 વચ્ચેના AQI ને ખુબ જ ખરાબ માનવામાં આવે છે. 300 થી 400 વચ્ચે AQI ને અત્યંત ખરાબ માનવામાં આવે છે. હવામાં કેટલું પ્રદુષણ છે તે ચકાસવામાં આવે છે. વાયુ પ્રદૂષણ માણસ માટે અનેક પ્રકારે નુકસાનદાયક છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT