India Today Exit Pollમાં સાવ અલગ જ ચિત્ર ઉપસ્યુંઃ જાણો ગુજરાતમાં કોને કેટલી બેઠક મળી શકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. ઉપરાંત એબીપી ન્યૂઝ દ્વારા ગુજરાતમાં ભાજપને 134, કોંગ્રેસને 37, આમ આદમી પાર્ટીને 7 બેઠકો મળી શકે તેવું અનુમાન લગાવાયું છે. જ્યારે બીજી તરફ ઈન્ડિયા ટુડેના એક્સિસ માય ઈન્ડિયાના સર્વેના તારણો કાંઈક અલગ જ આંકડાકીય દૃશ્ય દર્શાવી રહ્યા છે.

કોંગ્રેસ અને AAP બરાબરી કરી જાય તો નવાઈ નહીં
ગુજરાતમાં ઈન્ડિયા ટુડે એક્સિસના એક્ઝિટ પોલ પ્રમાણે કુલ 182 બેઠકોમાંથી કોઈ પણ પક્ષે બહુમત માટે 92 બેઠકો જીતવે જરૂરી છે ત્યારે ભાજપને 131થી 151 બેઠક મળી શકે છે તેવું દર્શાવાયું છે. અહીં મહત્વનું છે કે કોંગ્રેસને ગુજરાતમાં એક મોટો ફટકો પડતો જોઈ શકાય છે. આ એક્ઝિટ પોલ મુજબ કોંગ્રેસને 16થી 30 બેઠકો મળી શકે છે. જ્યારે આમ આદમી પાર્ટી માટે આ એક્ઝિટ પોલમાં ઉગતો સુરજ જોવા મળી રહ્યો છે. આ એક્ઝિટ પોલ પ્રમાણે આમ આદમી પાર્ટી લગભગ કોંગ્રેસની બરાબરી કરી જાય તો નવાઈ નહીં. આમ આદમી પાર્ટીને 9થી 21 બેઠકો મળી શકે છે તેવું આ એક્ઝિટ પોલથી જાણી શકાય છે. ઉપરાંત અન્ય 2થી 6 બેઠકો પર બાજી મારી શકે છે.

ભાજપને મળી શકે છે આટલી બેઠક
એબીપી સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ સમસ્ત ઉત્તર ગુજરાતમાં કુલ બેઠકો 32 છે જેમાંથી 23 બેઠકો ભાજપને મળી રહી છે, કોંગ્રેસને 8 બેઠકો, આમ આદમી પાર્ટીનું તો અહીં ખાતુ પણ ખુલતું નથી જ્યારે અન્યને એક બેઠક મળે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ બધા વચ્ચેની લડાઈમાં ભાજપને અહીંથી અગાઉ કરતાં 9 બેઠકોનો ફાયદો મળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને 9 બેઠકોનું નુકસાન થયાનું સામે આવી રહ્યું છે.

ADVERTISEMENT

ત્રિકોણીય જંગનું કોંગ્રેસને મોટું નુકસાન
એબીપીના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને પણ ગુજરાતમાં કુલ 37 બેઠકોથી જ સંતોષ માનવો પડે તેમ છે. જ્યાં ગત વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી તો તેના માટે પણ આ એક્ઝિટ પોલ નિરાશાના વાદળ સમાન તો માની શકાશે. આમ આદમી પાર્ટી જે સરકાર બનાવવાની વાત કરતી હતી તે 7 બેઠકોમાં સંતોષ માનશે તેવું ચિત્ર આ એક્ઝિટ પોલીસમાં ઉપસી રહ્યું છે. મતલબ કે ત્રિકોણીય જંગની સૌથી વધુ અસર કોંગ્રેસ પર પડી છે. કોંગ્રેસને ગુજરાતમાં 40 જેટલી બેઠકો પર ઝટકો લાગે તેમ છે. તો બીજી તરફ ભાજપનું પણ 150થી વધુ બેઠક જીતવાનું સપનું હાલ પુરતું સ્થગિત થયું હોય તેમ આ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 134 બેઠકો પર સકંજો જમાવી શકે તેમ છે.

પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.

ADVERTISEMENT

બીજા તબક્કામાં અંદાજીત 59.30 ટકા સરેરાશ મતદાન
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 59.30 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન સાબરકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.84 ટકા અને 65.85 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT