Exit Pollમાં ઉત્તર ગુજરાતમાં કોનું વધ્યું વજન, કોણ છે સૌથી પાછળ
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર…
ADVERTISEMENT
અમદાવાદઃ ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પુર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલ થવાના શરૂ થઇ ગયા હતા. ગુજરાતમાં વિવિધ ચેનલો દ્વારા પોત પોતાના સર્વે પણ જાહેર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત TV9 દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપની સરકાર બની રહી છે. ગુજરાતમાં ભાજપને 125 થી 130 સીટો મળી રહી છે. તો કોંગ્રેસનો સર્વે 40-50 અને AAP ને03-05 સીટો જ મળી હતી. જ્યારે અન્યને 03-07 સીટો મળી રહી છે. આ સમગ્ર ન્યૂઝ ચેનલ્સના સર્વે જ હોય છે તે નક્કર પરિણામ દર્શાવતા નથી પરંતુ પરિણામનો એક અંદાજ માત્ર હોય છે. ABP ન્યૂઝ ચેનલના સર્વેમાં ઉત્તર ગુજારતની શું સ્થિતિ સામે આવી છે તેના પર આપણે નજર કરીએ
ભાજપને મળી શકે છે આટલી બેઠક
એબીપી સી વોટર્સના એક્ઝિટ પોલ મુજબ સમસ્ત ઉત્તર ગુજરાતમાં કુલ બેઠકો 32 છે જેમાંથી 23 બેઠકો ભાજપને મળી રહી છે, કોંગ્રેસને 8 બેઠકો, આમ આદમી પાર્ટીનું તો અહીં ખાતુ પણ ખુલતું નથી જ્યારે અન્યને એક બેઠક મળે તેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ બધા વચ્ચેની લડાઈમાં ભાજપને અહીંથી અગાઉ કરતાં 9 બેઠકોનો ફાયદો મળી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસને 9 બેઠકોનું નુકસાન થયાનું સામે આવી રહ્યું છે.
ત્રિકોણીય જંગનું કોંગ્રેસને મોટું નુકસાન
એબીપીના એક્ઝિટ પોલ પ્રમાણે કોંગ્રેસને પણ ગુજરાતમાં કુલ 37 બેઠકોથી જ સંતોષ માનવો પડે તેમ છે. જ્યાં ગત વિધાનસભામાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી તો તેના માટે પણ આ એક્ઝિટ પોલ નિરાશાના વાદળ સમાન તો માની શકાશે. આમ આદમી પાર્ટી જે સરકાર બનાવવાની વાત કરતી હતી તે 7 બેઠકોમાં સંતોષ માનશે તેવું ચિત્ર આ એક્ઝિટ પોલીસમાં ઉપસી રહ્યું છે. મતલબ કે ત્રિકોણીય જંગની સૌથી વધુ અસર કોંગ્રેસ પર પડી છે. કોંગ્રેસને ગુજરાતમાં 40 જેટલી બેઠકો પર ઝટકો લાગે તેમ છે. તો બીજી તરફ ભાજપનું પણ 150થી વધુ બેઠક જીતવાનું સપનું હાલ પુરતું સ્થગિત થયું હોય તેમ આ એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 134 બેઠકો પર સકંજો જમાવી શકે તેમ છે.
ADVERTISEMENT
પ્રથમ તબક્કામાં ચૂંટણી 89 બેઠકો પર 63.14 ટકા મતદાન
ગુજરાત વિધાનસભાની ચૂટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન થયું ત્યારે 89 બેઠકો પર 788 ઉમેદવારો વચ્ચે જંગ હતી. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 63.14 ટકા મતદાન થયું હતું. જેમાં સૌથી વધુ મતદાન નર્મદા જિલ્લામાં થયું હતું અને સૌથી ઓછું મતદાન બોટાદમાં થયું હતું. અનુક્રમે 78.24 ટકા અને 57.58 ટકા મતદાર નોંધાયું હતું.
બીજા તબક્કામાં અંદાજીત 58.80 ટકા સરેરાશ મતદાન
બીજા તબક્કામાં જ્યાં અંદાજીત 58.80 ટકાથી વધુ મતદાન નોંધાયું છે ત્યારે આ તબક્કાની 93 બેઠકો પર 833 મતદારોના ભાવી પર ફેંસલો થયો છે. આ તબક્કાનું મતદાન આજે સોમવારે 5 ડિસેમ્બરે યોજાયું હતું. જેના પૂર્ણ થયા પછી હાલના તબક્કે સૌથી ઓછું મતદાન અમદાવાદમાં નોંધાયું છે અને સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં નોંધાયું છે. અનુક્રમે અંદાજીત 53.57 ટકા અને 65.65 હોવાનું પ્રારંભીક ધોરણે સામે આવી રહ્યું છે જોકે સત્તાવાર આંકડા સામે આવતા તેમાં મહદ અંશે ફેરફાર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT