EXCLUSIVE: રખડતા ઢોર વંદે ભારત એક્સપ્રેસને પણ નડ્યા, જો કે કોઇ ઇજાના સમાચાર નથી
અમદાવાદ : વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન મોદી દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ ફ્લેગ ઓફ કરાયું હતું. ગાંધીનગરથી મુંબઇ જતી આ સેમી સુપર ફાસ્ટ ટ્રેન માત્ર 5…
ADVERTISEMENT
અમદાવાદ : વંદે ભારત એક્સપ્રેસને વડાપ્રધાન મોદી દ્વારા 30 સપ્ટેમ્બરના રોજ ફ્લેગ ઓફ કરાયું હતું. ગાંધીનગરથી મુંબઇ જતી આ સેમી સુપર ફાસ્ટ ટ્રેન માત્ર 5 કલાક જેટલા ટુંકા ગાળામાં ગાંધીનગરથી મુંબઇ પહોંચી જાય તે પ્રકારે અપગ્રેડ કરાઇ હતી. આ ટ્રેનને ભારતની સેમી બુલેટટ્રેન ગણાવવામાં આવી હતી. જો કે આ ટ્રેનને સંચાલિત કરવા માટેના કેટલાક પડકારો પણ છે જે આજે વંદેભારત એક્સપ્રેસને સામનો કરવો પડ્યો હતો.
ઓઢવ આગળ રખડતી ભેંસ વંદેભારત એક્સપ્રેસ સાથે અથડાઇ
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના ઓઢવ આગળ વંદેભારત એક્સપ્રેસને અકસ્માત નડ્યો હતો. બે ભેંસ અથડાવાને કારણે વંદે ભારત ટ્રેનને નુકસાન પહોંચ્યું હતું. જો કે સામાન્ય નુકસાન હોવાના કારણે ટ્રેન વ્યવહાર 20 મિનિટ જેટલો સમય થોભાવાઇ હતી. ત્યાર બાદ તમામ ચેકિંગ કર્યા બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. આ ઉપરાંત હજી ઉપડ્યાને મિનિટો જ થઇ હોવાનાં કારણે ટ્રેન પણ પ્રમાણમાં ઓછી ઝડપે ચાલી રહી હતી. આ અંગે રેલવે પીઆરઓ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ટ્રેન ગાંધીનગર જઇ રહી હતી ત્યારે આ અકસ્માત નડ્યો હતો. ટ્રેનમાં કોઇ પણ વ્યક્તિને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું નથી. આ ઉપરાંત ટ્રેનને પણ ખુબ જ સામાન્ય નુકસાન થયું હતું. જેના કારણે તમામ સિક્યુરિટી ચેક બાદ ટ્રેનને રવાના કરી દેવામાં આવી હતી.
મુંબઈથી સવારે ગાંધીનગર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને બે ભેંસ અથડાઈ હતી. વટવા પાસે બે ભેંસ રેલના પાટા પર આવી ગઈ હતી. ફુલ સ્પીડમાં જતી વંદે ભારત ટ્રેનની આગળ બે ભેંસ આવી ગઈ હતી. #VandeBharatTrain pic.twitter.com/8Egb7FRpLM
— Gujarat Tak (@GujaratTak) October 6, 2022
ADVERTISEMENT
રખડતા ઢોર માત્ર વાહન નહી ટ્રેન અને પ્લેનને પણ નડે છે
જો કે રખડતા ઢોરની સમસ્યા માત્ર માણસોને કે રસ્તે ચાલતા વાહનોને જ છે તેવું નથી ટ્રેનને પણ છે અને પ્લેનને પણ છે. નોંધનીય છે કે, રખડતા ઢોરના કારણે અનેક લોકોનાં ગુજરાતમાં મોત નિપજ્યાં છે. તો બીજી તરફ આજે વંદે ભારત એક્સપ્રેસની આડે પણ ભેંસ ઉતરી હતી. અગાઉ એરપોર્ટમાં પણ ભેંસ ઘુસી ગઇ હોવાનો કિસ્સો સામે આવી ચુક્યો છે.
ADVERTISEMENT