EXCLUSIVE: પ્રદિપસિંહ વાઘેલાના કમલમ પ્રવેશવા પર પ્રતિબંધ

ADVERTISEMENT

Pradip singh Banned by BJP
Pradip singh Banned by BJP
social share
google news

ગોપી મણિયાર/ગાંધીનગર : કમલમમાં જરૂરી હોય કે ન હોય દરેક બાબતમાં રસ લેતા નેતા પ્રદીપસિંહ વાઘેલાને હાલ પાર્ટીએ ફરજિયાત વનવાસે મોકલી દેવાનો નિર્ણય લીધો છે એવી માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે.

જો કે આ અંગે GujaratTak એ તપાસ કરતા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થતા પાર્ટીએ પ્રદીપસિંહને ફરજિયાત વનવાસે મોકલી દેવાના આદેશ છુટ્યા હોવાનું માનવામાં આવે છે. તેઓના કમલમમાં નહી પ્રવેશવા માટે સ્પષ્ટ સુચના આપી દેવાઇ હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદિપસિંહનું નામ શંકાના ઘેરામાં છે.

ADVERTISEMENT

આ ઉપરંત નાની મોટી અનેક ફરિયાદ નામ જોગ થઇ હોવાને પણ એક કારણ માનવામાં આવે છે. જેના પગલે પક્ષ દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

    follow whatsapp

    ADVERTISEMENT