EXCLUSIVE: મુકેશ લંગાળીયાએ BJP માંથી રાજીનામું ધર્યું, રાત્રે સેંકડો કાર્યકર્તાઓ સાથે…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાવનગર : મુકેશ લંગાળીયા ભાજપ માટે હવે ગળામાં ફસાયેલું હાડકુ બની ચુક્યા છે. જો તેને સંગઠનમાંથી કાઢે તો ખુબ જ મોટુ ગાબડુ પડે તેમ છે અને જો ના કાઢે તો એક સમગ્ર સમાજનો રોષ વ્હોરવો પડી શકે છે. આપના કારણે પહેલાથી જ ડિફેન્ડિંગ મોડમાં રહેલી ભાજપને હવે એક પછી એક નવા નવા વિવાદોના કારણે એક સાંધો ત્યાં તેર તુટે જેવી સ્થિતિમાં લાવીને મુકી દીધું છે.

મુકેશ લંગાળીયા 50થી 100 કાર્યકર્તા સાથે પાટીલના બંગ્લે પહોંચ્યા
મુકેશ લંગાળીયા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા રાજપુત સમાજ અંગેના વાણીવિલાસને જોતા રાજપુત સમાજ દ્વારા તેની વિરુદ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેના પગલે કાલે રાત્રે જ મુકેશ લંગાળીયા સી.આર પાટીલના બંગ્લે પોતાનાં 50 થી વધારે કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા. અહીં તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને પોતાનું રાજીનામું સુપ્રત કરી દીધું હતું.

પાટીલ રાજીનામા મુદ્દે વિમાસણમાં
જો કે પાટીલ દ્વારા હજી સુધી આ રાજીનામા પર મંજૂરીની મહોર મારવામાં આવી નથી. મુકેશ લંગાળીયાને મનાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. પાટીલ કોઇ વચ્ચેનો રસ્તો શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી લંગાળીયા પણ બચી જાય અને રાજપુત સમાજમાં પેદા થયેલો અસંતોષ પણ ખાળી શકાય. હાલ તો રાજીનામું હોલ્ડ પર છે.

ADVERTISEMENT

રાજપુત સમાજ અંગે વિવાદિત નિવેદનનો AUDIO વાયરલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ભાજપમાં વધતા જતા વિવાદો અને વિખવાદોને કારણે એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. ભાવનગર જિલ્લા ભાજપના પ્રમુખ મુકેશ લંગાળીયા પોતાની વાણી વર્તણૂકને કારણે અવાર નવાર વિવાદોમાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં ભાવનગર સિંહોરમાં ભાજપની બેઠકમાં તાલુકા મહામંત્રી વિજયસિંહને ગેરહાજર રહ્યાં હતા અને કારડીયા રાજપૂત સમાજના કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેને લઈને મુકેશભાઈએ વિવાદિત નિવેદન આપ્યું હતું કે “ભાજપ મોટો કે કારડીયા રાજપૂત સમાજ?’ તાલુકા ભાજપ પ્રમુખને કહી મહામંત્રીનું રાજીનામું લઈ લેવા સુધીના ધમકીભર્યા સૂરો મુકેશભાઈએ ઉચ્ચારતા કારડીયા રાજપૂત સમાજમાં રોષ ફેલાયો છે.

મુકેશ લંગાળીયાએ રાજીનામું ધર્યું
આ બાદ મુકેશભાઈ લંગાળીયાએ માફી માગતો વીડિયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, આ અંગે બાદમાં મુકેશ લંગાળીયાએ કહ્યું હતું કે, મારા નિવેદનનો ઓડિયો કોઈએ રેકોર્ડ કરીને તેને એડિટ કરીને રજૂ કર્યો છે. મારો ઈરાદો કારડીયા રાજપૂત સમાજનું અપમાન કરવાનો નહોતો. મારા નિવેદનથી જો કોઈને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT