EXCLUSIVE: FIR નોંધાતા અનિરૂદ્ધે કહ્યું- સત્ય લખતા પત્રકારને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે
પાર્થ વ્યાસ/નિલેશ શિસાંગિયાઃ રાજકોટ જિલ્લાના એક અખબારના તંત્રી તથા માલિક એવા અનિરૂદ્ધ નકુમ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. નોંધનીય છે કે 3 મહિના અગાઉ રાજકોટ…
ADVERTISEMENT
પાર્થ વ્યાસ/નિલેશ શિસાંગિયાઃ રાજકોટ જિલ્લાના એક અખબારના તંત્રી તથા માલિક એવા અનિરૂદ્ધ નકુમ વિરૂદ્ધ FIR નોંધવામાં આવી છે. નોંધનીય છે કે 3 મહિના અગાઉ રાજકોટ ખાતે પોલીસ અને પત્રકારો વચ્ચે થયેલી બોલાચાલી મુદ્દે ઝોન-1ના DCP પ્રવીણકુમાર મીણાએ અનિરૂદ્ધ વિરૂદ્ધ FIR દાખલ કરાવી છે. ઉલ્લેખનીય છે કે સમાચાર બાબતે પણ અનિરૂદ્ધ સામે ફરિયાદ થઈ હતી, જેને સ્થાનિક પત્રકારોની મદદથી પરત લેવામાં આવી હતી. તેવામાં DCP પ્રવીણકુમાર મીણાએ એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી જવા પામી છે. આ દરમિયાન પત્રકાર અનિરૂદ્ધ ગુજરાત તક સાથે ખાસ વાતચીત કરી હતી, ચલો એના મહત્ત્વપૂર્ણ અંશ પર નજર કરીએ…
મારા પર પહેલી જે FIR થઈ છે એ સમાચાર બાબતે કરવમાં આવી છે. વળી આ અંગે મેં વિગતવાર તપાસ કરી ત્યારે જાણાવા મળ્યું કે જે વ્યક્તિએ આ નોંધી હતી, તેને સમાચારપત્ર વિશે સમાન્યજ્ઞાન પણ હતું નહીં. આ બધુ એક સત્ય લખતા પત્રકારને દબાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
એરપોર્ટ વિવાદ વિશે વાત કરતા પત્રકાર અનિરૂદ્ધે જણાવ્યું કે એરપોર્ટ ખાતે જે વિવાદ હતો તેમાં ઈલોક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને પકડી પકડીને પૂરી દેવામાં આવ્યા હતા. આવુ વર્તન કોઈ બીજા સાથે ન કરે એવું લખવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે કોઈપણ પત્રકારનો ત્યાં વાંક જ નહોતો. છતા એ (પ્રવીણકુમાર DGP) ત્રણ-ચાર મહિના પછી આવી રીતે એટ્રોસિટીની ફરિયાદ કરે એ વ્યાજબી ન ગણાય. આ લેવલે ફરિયાદ થઈ છે એટલે આગોતરા લઈને અમે હાઈકોર્ટ જઈશું અને લડત આપીશું.
3 જૂનના દિવસે પત્રકાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ
DCP પ્રવીણકુમાર મીણાએ ફરિયાદમાં 3 જૂન 2022ના દિવસે થયેલી ઘટના વિશે જણાવ્યું હતું. આ દરમિયાન મોટાભાગના પત્રકારો રાજકોટ એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બાઈટ જોઈતી હતી. આ દરમિયાન પોલીસ અને પત્રકાર વચ્ચે થયેલા ઘર્ષણના પગલે મુદ્દો ગરમાયો હતો. પ્રવીણ કુમારની ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ત્યારપછી આ પત્રકારે પોતાના અખબારમાં અપમાન જનક જાતિવાચક શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંતર્ગત DCPએ પત્રકાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT