Exclusive: એરપોર્ટ પર શાહ અને CM વચ્ચે ગુપ્ત મુલાકાત બાદ ઘડાયો ત્રિવેદી-મોદીની ફરજરિક્તીનો તખ્તો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં આખી સરકાર ફેરવીને લોકોને આશ્ચર્યચકિત કરનાર ભાજપે હવે અચાનક બે મંત્રીઓના મંત્રાલય છીનવીને લોકોને ફરી આશ્ચર્યમાં નાખી દીધા છે. એક તરફ ભાજપ હાલ પોતાની તમામ મશીનરી કામે લગાવીને ચૂંટણીની તૈયારીઓ કરી રહી છે. આમ આદમી પાર્ટી આવવાનાં કારણે ગુજરાત સ્તરે પણ અનેક પડકારો ઉભા થયા છે. વર્ષોથી નિષ્ક્રિય કોંગ્રેસ પણ સક્રિય થઇને ભાજપને કનડી રહી છે તેવામાં આ રાજીનામાં ખુબ જ સુચક છે. હવે આ ખાતા છીનવણી લોકોનો અસંતોષ ખાળવા કે કાર્યકર્તા અને અધિકારીઓનો અસંતોષ ખાળવા માટે કરવામાં આવી તે અંગે હજી સુધી કોઇ ચોક્કસ માહિતી મળી નથી રહી.

અમિત શાહે પોતાના સુત્રોને લાંબા સમયથી સક્રિય કર્યા હતા
જો કે આની પટકથા લાંબા સમયથી લખાઇ હતી. કાલે જ્યારે ગૃહમંત્રી અમિત શાહ જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદ આવ્યા હતા. તેઓએ ઇસ્કોન મંદિર ખાતે પ્રભુના દર્શન કર્યા હતા. જો કે વિશ્વસ્થ સુત્રો અનુસાર મોડી રાત્રે તેમણે એક હાઇલેવલ મીટિંગ બોલાવી હતી. જેમાં આમ આદમી પાર્ટીની સ્ટાઇલથી કામ કરી રહેલા રાજેન્દ્ર ત્રિવેદી અંગે મળી રહેલી ફરિયાદો અંગે ચર્ચા કરી હતી. તેઓ ફરિયાદ મળતા પોતે જ સ્થળ પર પહોંચીને દરોડા પાડતા હતા. અધિકારીઓને લાલીયાવાડી ખુલ્લી પાડીને અધિકારીઓને તત્કાલ ખખડાવવાથી માંડીને સસ્પેન્ડ કરવા સુધીના પગલા ઉઠાવતા હતા. જેના પગલે અધિકારીઓમાં ભારે અસંતોષ હતો.

રાજેન્દ્ર ત્રિવેદીની કડક અને સ્પષ્ટ છબીથી નારાજ હતા અધિકારીઓ
આ ઉપરાંત કાર્યકર્તાઓમાં પણ રાજેન્દ્ર ત્રિવેદીના કડક વલણથી ચૂંટણી ટાણે આવક ઘટવાના કારણે ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. જેની અસર છેક ઉપરના સ્તર સુધી જોવા મળી રહી હતી. સામાન્ય રીતે કાર્યકર્તાઓ આવા વિવાદિત જમીન સોદાઓની પતાવટ કરીને ખર્ચાપાણી કાઢતા હોવાની માન્યતા છે. તેવામાં રાજેન્દ્ર ત્રિવેદીના કડકવલણથી અધિકારીઓમાં ફફડાટ હતો. જેના કારણે મોટા મોટા નેતાઓ કામ પણ અટવાઇ પડ્યા હતા. ચૂંટણી ટાણે કાર્યકર્તાઓનો અસંતોષ ખાળવો પાટીલ માટે પણ મુશ્કેલ થઇ રહ્યો હતો. ચૂંટણીની સિઝનમાં આપ અને કોંગ્રેસના પડકારો વચ્ચે આ અસંતોષ ભાજપને ભારે પડી શકે તેવું લાગતા આખરે પાટીલે ઉચ્ચ સ્તરે રજુઆત કરી હતી. અમિત શાહે પોતાનાં વિશ્વસ્થ સુત્રો લાંબા સમયથી એક્ટિવ કરી દીધા હતા. આખરે કાલે મોડી રાત્રે અને આજે વહેલી સવારે થયેલી બેઠકોના દોર બાદ ખાતા છીનવી લેવાના નિર્ણય પર અમિત શાહે મહોર મારી દીધી હતી. આ અંગે પીએમ મોદીને જાણ કરી હતી. વડાપ્રધાને પોતે જ સી.આર પાટીલને ફોન કરીને કાર્યવાહી કરવા આદેશ કર્યો હોવાનું ઉચ્ચપદસ્થ સુત્રો જણાવી રહ્યા છે.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT