EWS મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય પીછી આંદોલનનો ચહેરો રહેલા આ નેતાઓ જાણો શું કહે છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટ દ્વારા સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામતની જોગવાઈને યથાવત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 5 જજની બેન્ચમાંથી 4 જજ દ્વારા બંધારણના 103મા સુધારા અધિનિયમ 2019ને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં જીત પછી ગુજરાતના પાટીદાર અનામત આંદોલનના એ ચહેરાઓ સાથે ગુજરાત તક દ્વારા એક્સક્લૂઝિવ વાત કરવામાં આવી હતી. આવો જોઈએ તેમણે શું કહ્યું.

ગોપાલ ઈટાલિયા એ કહ્યું…
સુપ્રિમ કોર્ટના આ નિર્ણયનો ફાયદો ભાજપ કે કોઈ અન્ય પાર્ટીઓ ફાયદો લેશે કે કેમ તે મામલામાં ગોપાલ ઈટાલિયા કહે છે.પાર્ટીઓ કોઈ પણ હોય તે તો પોતાના ફાયદા માટે વિચારે જ છે તેમાં કાંઈ નવું નથી, જનતા પણ ફાયદા પ્રમાણે કામ કરતી હોય છે. જોકે ચૂંટણીમાં બધું જ ચોખ્ખું થઈ જશે. ભાજપ ફાયદો લેશે પરંતુ જો કોઈ સારું કામ હશે તો હું સરાહના કરીશ. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય કર્યો છે તે સારો છે. દેશમાં હજારો લોકો એવા છે જે આર્થિક રીતે નબળા છે. આજે તેમને સંવૈધાનીક રીતે મહોર મળી ગઈ છે સુપ્રીમ કોર્ટની. હવે તમામ આર્થિક નબળા વર્ગના લોકોને તેનો ફાયદો મળશે. એક લાંબા સમય પછી તેમનું એક આર્થિક ઉત્થાન થશે.તો તે સારી વાત છે.

અલ્પેશ કથિરિયાએ જાણો શું કહ્યું
અલ્પેશ કથિરિયા પણ આંદોલનનો ચહેરો બનીને રહ્યા ત્યારથી રાજનીતિમમાં આવશે તેવી વાત હતી. હવે તેઓ આમ આદમી પાર્ટી સાથે છે અને તેમને પાર્ટીએ સુરતની વરાછા બેઠક પરથી ટિકિટ આપી છે. હવે તેઓ EWS મામલા પર શું કહે છે તે પણ જાણીએ. સુપ્રિમ કોર્ટાના નિર્ણયનો ફાયદો કોણ લેશે તો તેમાં તેઓ કહે છે કે તેનો ફાયદો તો EWSના લોકો જ લેશે. તેમને જ મળ્યું છે તો તેઓ જ લેશે. સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે તેને જોતા હું 14 પરિવારના લોકો જે શહીદ થયા છે તેમને હું નમન કર્યું છે, તેમને અભિનંદન આપું છું. સાથે જ આ આંદોલનમાં જેમણે સંઘર્ષ યાત્રા, જેલ યાત્રા અને ઘણા દિવસો પરિવારથી દુર રહ્યા તે તમામને સલામ કરું છું. ચૂંટણી ફાયદો અમે આના પરથી લઈએ તેવું નથી પાર્ટીએ એક વિઝન પેદા કર્યું છે અને તે વિઝનથી જ પાર્ટીને પ્રેમ મળશે.

ADVERTISEMENT

રેશ્મા પટેલે નિર્ણય આવકાર્યો
EWS મામલામાં અનામત આંદોલન સાથે લાંબો સમય જોડાયેલા એનસીપી નેતા રેશ્મા પટેલ કહે છે કે, સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને હું આવકારું છું. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી સોનામાં સુગંધ ભળી ગઈ છે. હકિકતમાં અમારો સંઘર્ષ હતો ઘણાના જીવ ગયા, ઘણાએ જેલ જોઈ આ અમારા સંઘર્ષોનું સારું પરિણામ છે. સમાજમમાં આર્થિક રીતે પીસાતો વર્ગ હતો તેમને આ નિર્ણથી ફાયદો થાય અને તેઓ આગળ વધે અને દરેકને હું ખુબ ખુબ અભિનંદન આપું છું અને આ નિર્ણયને હું વધાવું છું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT